"જે રામદેવનું માથું વાઢી લાવશે, તેને 1 કરોડ આપીશ"

Google Oneindia Gujarati News

અમૃતસર, 6 મે: બાબા રામદેવ ભલે જ રાજનીતિના નવા-નવા આસન અજમાવીને જનતાને દેશ હિતનો સંદેશ આપવા ઇચ્છી રહ્યા હોય, પરંતુ છેલ્લા કેટલાંય મહીનાઓથી તેમની જીબ માત્ર લપસી જ નથી રહી પરંતુ વિરોધીઓને વિચલીત પણ કરી રહી છે.

પંજાબના હોશિયારપુરના બીએસપીના ઉમેદવાર ભગવાન સિંહ ચૌહાણે યોગપુરુષ ગુરુ રામદેવના માથા પર એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. ચૌહાણે રામદેવના એ નિવેદન પર નારાજ છે જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી દલિતોના ઘરે હનીમૂન મનાવવા જાય છે. રામદેવની વિરુદ્ધ શીખોના ગુરુ ગોવિંદ સિંહના અપમાનનો પણ મામલો નોંધવામાં આવ્યો છે.

એક ફોટો સામે આવ્યો છે જેમાં રામદેવ સોફા પર બેઠા છે અને શીખોના દસમાં ગુરુ ગોવિંદ સિંહનો ફોટો તેમની નીચે રાખેલો છે. બીએસપી વર્કર્સે રવિવારે હોશિયારપુરમાં રામદેવનું પુતળું ફૂંક્યું. ત્યારે ચૌહાણે જાહેરાત કરી કે જે તેમને યોગ પુરુષનું માથું વાઢીને લાવી આપશે તેને તેઓ એક કરોડ રૂપિયાનું ઇનામ આપશે. તેમણે જણાવ્યું કે રામદેવે પોતાના નિવેદનથી આખા દેશની મહિલાઓનું અપમાન કર્યું છે.

સોમવારે ચૌહાણે જણાવ્યું કે તેઓ પોતાના નિવેદન પર કાયમ છે. તેમણે દાવો કર્યો છે કે બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ રામદેવને ફાંસી આપવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે તેમની જાહેરાત પાર્ટી લાઇનથી હટીને નથી.

હોશિયારપુરના ડેપ્યુટી કમિશ્નર તનુ કશ્યપે જિલ્લા એસએસપીને આ અંગે સંજ્ઞાન લેવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી દીધો છે. જોકે પોતાના એક કરોડી નિવેદન પર બીએસપી ઉમેદવાર ભગવાન સિંહ ચૌહાણ કાયમ છે.

મોદી અને બાબા ના હોત રાહુલ પીએમ બની જાત

મોદી અને બાબા ના હોત રાહુલ પીએમ બની જાત

યોગ ગુરુ બાબા રામદેવે એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન પોતાના જાણીતા અંદાજમાં જણાવ્યું કે 'સોશિયલ મીડિયા પર જેને 'ભોંદૂ' અને 'પપ્પુ' કહેવામાં આવે છે તે દેશની સમસ્યાઓ પર કંઇ બોલતા નથી. એ અણસમજુને સમજણ નથી અને તેની મા એવું વિચારે છે કે જો બાબા અને મોદી આગળ ના આવતા તો તેનો દીકરો પ્રધાનમંત્રી બની ગયો હોત. અમે તેને પ્રધાનમંત્રી બનાવી પણ દેતા પરંતુ તેના માં બુદ્ધી તો હોવી જોઇએ.'

કોંગ્રેસ કુળનો નાશ કરશે રાહુલકાળ

કોંગ્રેસ કુળનો નાશ કરશે રાહુલકાળ

રામદેવ બાબાએ રાહુલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભગવાને કોંગ્રેસના કુળનો નાશ કરવા માટે રાહુલકાળ પેદા કર્યો.

મોટાભાગના કોંગ્રેસી સમલૈંગિક'

મોટાભાગના કોંગ્રેસી સમલૈંગિક'

બાબા રામદેવની જાણે જીભ લપસી અને તેમણે બોલી ઉઠ્યા કે 'મોટાભાગના કોંગ્રેસીઓ સમલૈસિંગ છે.' યોગ ગુરુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે 'લાગે છે મોટાભાગના કોંગ્રેસી નેતાઓ સમલૈંગિક છે, માટે તેઓ સજાતીય સંબંધોનું સમર્થન કરે છે.'

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

પંજાબના હોશિયારપુરના બીએસપીના ઉમેદવાર ભગવાન સિંહ ચૌહાણે યોગપુરુષ ગુરુ રામદેવના માથા પર એક કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. ચૌહાણે રામદેવના એ નિવેદન પર નારાજ છે જેમાં તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી દલિતોના ઘરે હનીમૂન મનાવવા જાય છે. રામદેવની વિરુદ્ધ શીખોના ગુરુ ગોવિંદ સિંહના અપમાનનો પણ મામલો નોંધવામાં આવ્યો છે.

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

એક ફોટો સામે આવ્યો છે જેમાં રામદેવ સોફા પર બેઠા છે અને શીખોના દસમાં ગુરુ ગોવિંદ સિંહનો ફોટો તેમની નીચે રાખેલો છે. બીએસપી વર્કર્સે રવિવારે હોશિયારપુરમાં રામદેવનું પુતળું ફૂંક્યું. ત્યારે ચૌહાણે જાહેરાત કરી કે જે તેમને યોગ પુરુષનું માથું વાઢીને લાવી આપશે તેને તેઓ એક કરોડ રૂપિયાનું ઇનામ આપશે. તેમણે જણાવ્યું કે રામદેવે પોતાના નિવેદનથી આખા દેશની મહિલાઓનું અપમાન કર્યું છે.

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

સોમવારે ચૌહાણે જણાવ્યું કે તેઓ પોતાના નિવેદન પર કાયમ છે. તેમણે દાવો કર્યો છે કે બીએસપી સુપ્રીમો માયાવતીએ પણ રામદેવને ફાંસી આપવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે તેમની જાહેરાત પાર્ટી લાઇનથી હટીને નથી.

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

બાબા રામદેવના નામની સોપારી અપાઇ

હોશિયારપુરના ડેપ્યુટી કમિશ્નર તનુ કશ્યપે જિલ્લા એસએસપીને આ અંગે સંજ્ઞાન લેવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપી દીધો છે. જોકે પોતાના એક કરોડી નિવેદન પર બીએસપી ઉમેદવાર ભગવાન સિંહ ચૌહાણ કાયમ છે.

English summary
BSP candidate has taken statement against Baba Ramdev of his killing for amount.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X