કેજરીવાલ-કોંગ્રેસને શા માટે એક કરવા માગે છે બાબા રામેદેવ?

નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ લોકસભા ચૂંટણી થાય ત્યાં સુધી પતંજલિ યોગપીઠ નહીં જઇને કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરવા નિકળેલા યોગ ગુરુ બાબા રામદેવે બુધવારે એક મોટી ચોંકાવનારી વાત કરી હતી. બાબા રામદેવે કહ્યું કે દિલ્હીમાં સરકાર બનાવવા માટે કેજરીવાલ શા માટે ગભરાઇ રહ્યાં છે, તેમને કોંગ્રેસ બિન શરતી સમર્થન આપવા તૈયાર છે તો પછી તેઓ પીછેહઠ શા માટે કરી રહ્યાં છે. જો તે દેશને એક ભારે ખર્ચમાંથી બચાવવા માગે છે તો તેમણે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લેવી જોઇએ.

baba-ramdev-arvindkejriwal
બાબા રામદેવે પ્રશ્ન કર્યો છે કે દિલ્હીમાં સંવૈધાનિક અને રાજનીતિક સંકટ ચાલી રહ્યું છે, તેવામાં કેજરીવાલ, જે પોતાને જનતાના હમદર્દ કહે છે, તે પછીહેઠ શા માટે કરી રહ્યાં છે, આખરે તેમના આ પ્રકારના પગલાંથી માત્ર ને માત્ર આમ જનતા જ પરેશાન થઇ રહી છે. જે વિશ્વાસથી જનતાએ કેજરીવાલને ચૂંટ્યા છે, તેને પૂર્ણ કરવા માટે તેમણે સરકાર બનાવી લેવી જોઇએ.

બાબા રામદેવે આ વાત પ્રેસવાર્તા કરતીને બધાની સામે કહીં પરંતુ પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે, બાબા રામદેવના આ શબ્દોનો સાચો અર્થ શું છે? રાજકીય જાણકાર બાબા રામદેવની વાતોનો ગંભીર અર્થ કાઢી રહ્યાં છે. કેજરીવાલની જીત પર તેમને શુભેચ્છા પાઠવતા બાબા રામદેવે એબીપી ન્યૂઝ પર કહ્યું હતું કે તે કેજરીવાલની જીત પર ખુશ છે પરંતુ જો તેઓ કેજરીવાલ સાથે હોત તો આજે કેજરીવાલની 28 નહીં પરંતુ 36 બેઠકો હોત, જો કે અમુક કારણોસર અમે સાથ થઇ શક્યા નહીં. બાબા રામદેવની વાતોથી સ્પષ્ટ થાય છે કે તેમને કેજરીવાલ તરફથી જે સમર્થન નથી મળ્યું તે આજે પણ ખુંચી રહ્યું છે.

કેજરીવાલની જેમ તેમણે પણ ભૂખ હડતાળ કરીને લોકોને પોતાની તરફ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ જે વિશ્વાસ લોકોએ કેજરીવાલમાં દર્શાવ્યો તે વિશ્વાસ બાબા રામદેવમાં ના દર્શાવ્યો, ત્યારબાદ બાબા રામદેવ પુરજોશમાં પ્રયાસો કર્યા કે અરવિંદ કેજરીવાલનો સાથ મેળવે પરંતુ અરવિંદ અને તેમની ટીમે તેમને મહત્વ આપ્યું નહીં, જે વાતનો અફસોસ બાબા રામદેવને હંમેશા રહેશે.

કોંગ્રેસને ડૂબતુ જહાજ ગણાવતા બાબા રામદેવ આખરે આવું કેમ કહીં રહ્યા છે કે કેજરીવાલ, કોંગ્રેસ સાથે થઇ જાય? શું ખરેખર તે કેજરીવાલના હિતેચ્છુ બનીને તેઓ આ વણમાગી સલાહ આપી રહ્યાં છે, શું તેમને સાચેજ લાગે છે કે કોંગ્રેસ સાથે સરકાર બનાવી અરવિંદ કેજરીવાલ એ વચનો પૂર્ણ કરી શકશે જે વચનો પર જનતાએ તેમને મત આપ્યા છે. શું કોંગ્રેસ જો કેજરીવાલને બિન શરતી સમર્થન આપે તો બાબા રામદેવ માટે કોંગ્રેસ ડૂબતુ જહાજ નહીં રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X