POCSO અંતર્ગત ફરિયાદ બાદ પણ બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ કેમ નહીં, જાણો શું છે નિયમ?

દેશ માટે મેડલ જીતીને દેશનેૈ ગૌરવ અપાવનારા દેશના રેસલરોને ન્યાય માટે ધરણા કરવા પડી રહ્યા છે. મહિલા રેસલરોના જાતીય શોષણના આરોપોનો સામનો કરી રહેલા બીજેપી સાંસદ સામે કાયદો લાચાર જોવા મળી રહ્યો છે. બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ માટે રેસલરોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

દેશના દિગ્ગજ રેસલર જંતર-મંતર જાતીય શોષણ માટે બ્રિજ ભૂષણ સિંહનીની ધરપકડની માંગ કરી રહ્યા છે. આરોપી બ્રિજ ભૂષણ સિંહ સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધાયા બાદ પણ તેની ધરપકડ થઈ રહી નથી. કેસ નોંધાયાને ઘણા દિવસો થઈ ગયા છે પરંતુ દિલ્હી પોલીસે હજુ સુધી ધરપકડ કરી નથી.

delhi

સામાન્ય રીતે પોક્સો લાગ્યા બાદ તેની આ તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે. આ કેસમાં આવુ નથી થઈ રહ્યું. પોક્સોમાં ધરપકડ બાદ તપાસ કરવામાં આવે છે. આ સિવાય પોક્સોમાં જામીનની પણ જોગવાઈ નથી. સુપ્રીમ કોર્ટે 2014માં અર્નેશ કુમાર અને બિહાર સરકારના મામલામાં ગાઈડલાઈન આપી હતી. હવે સવાલ એ છે કે બ્રિજ ભૂષણ સિંહના કેસમાં આ માર્ગદર્શિકાનું પાલન કેમ નથી કરાતું?

હવે સવાલ એ છે કે, ક્યો કાયદો છે કે જેના હેઠળ બ્રિજભૂષણ સિંહને સુરક્ષા આપવામાં આવી રહી છે? કાયદામાં શું જોગવાઈ છે કે POCSO એક્ટ પછી પણ ધરપકડ નથી થઈ રહી. આખરે પોલીસ સામે શું મજબૂરી છે? બ્રિજભૂષણ સિંહ 6 વખત સાંસદ છે. તેઓ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પણ છે.

અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગંભીર ગુનાઓમાં પણ ધરપકડ ફરજિયાત નથી. જ્યાં સુધી તપાસ અધિકારીનો અભિપ્રાય ન હોય ત્યાં સુધી ધરપકડ જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે સતેન્દ્ર કુમાર અંતિલ વિરૂદ્ધ સીબીઆઈના કેસમાં આ કહ્યું હતું. આના પરથી કહી શકાય કે દિલ્હી પોલીસના તપાસ અધિકારી બ્રિજભૂષણ સિંહની ધરપકડ કરવી જરૂરી નથી માનતા. આ જ કારણ છે કે, તેની ધરપકડ નથી થઈ રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X