For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગામની વહુઓ સાસરી છોડીને પિયર કેમ જતી રહે છે? અન્ય યુવકોના પણ નથી થઈ રહ્યા લગ્ન

આ ગામના પરિવારો ત્રસ્ત છે કારણ એ છે કે અહીં ચાર મહિનામાં વહુઓ સાસરી છોડીને પિયર જતી રહે છે. જાણો કારણ..

|
Google Oneindia Gujarati News

ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લા મુખ્યાલયથી 18 કિલોમીટર દૂર ગંભીર ડેમ પાસે એક ગામ છે કંથારખેડી. અહીંના પરિવારો ત્રસ્ત છે કારણ એ છે કે અહીં ચાર મહિનામાં વહુઓ સાસરી છોડીને પિયર જતી રહે છે. આ કોઈ પરંપરા કે રીતિરિવાજ નથી પરંતુ મજબૂરી છે. વાસ્તવમાં ગામમાંથી એક રસ્તો પસાર થાય છે જે આસપાસના ચાર ગામોને જોડે છે. ગામના એક ભાગમાં લગભગ 60થી 70 ઘર છે. એ ઘરોની સામે રસ્તો હંમેશા કીચડથી ખદબદતો રહે છે. વર્ષના અન્ય મહિનાઓમાં તો લોકો કીચડમાંથી પસાર થઈ જેમ-તેમ અવરજવર કરી લે છે પરંતુ ચોમાસાના ચાર મહિના અવરજવરની પણ મુશ્કેલી થઈ જાય છે.

પિયરમાં વિતાવે છે ચાર મહિના

પિયરમાં વિતાવે છે ચાર મહિના

ઉજ્જૈનના કંથારખેડી ગામની આ સમસ્યાથી ત્રસ્ત આ 60-70 ઘરોમાં એક અનોખો રિવાજ ચાલ્યો છે. અહીંની વહુઓ વરસાદના ચાર મહિના સાસરી છોડીને પોતાના પિયર જતી રહે છે. તેમને કીચડવાળા રસ્તાના ઘરોમાં રહેવાનુ પસંદ નથી. ચાર મહિના બાદ સ્થિતિ ઠીક થાય ત્યારે વહુઓ પિયરથી પાછી આવે છે. બીજી સમસ્યા એ છે કે ઘરો સુધી પહોંચવા માટે રસ્તો બરાબર ન હોવાના કારણે આ પરિવારોના યુવકોના લગ્નમાં પણ હવે મુશ્કેલી આવી રહી છે.

અમારી વહુને ગયે બે મહિના થઈ ગયા

અમારી વહુને ગયે બે મહિના થઈ ગયા

કંથારખેડી ગામના લીલાબાઈ જણાવે છે કે રસ્તાના કીચડે જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. અમારી ખુદની વહુને ગયે બે મહિના થઈ ગયા. આ માત્ર મારા પરિવાર નહિ પરંતુ ઘર-ઘરની કહાની છે. કીચડના કારણે ઘરોમાથી બહાર નીકળવુ પણ મુશ્કેલ થઈ રહ્યુ છે.

જવાબદાર નથી કરી રહ્યા સુનાવણી

જવાબદાર નથી કરી રહ્યા સુનાવણી

ગ્રામીણ રાધેશ્યામ જણાવે છે કે કીચડના કારણે માત્ર પગપાળા જ નહિ વાહન પર સવાલ થઈને પણ રસ્તો પાર કરવામાં મુશ્કેલી આવે છે. ટુ વ્હીલર વાહન તો લપસીને પડી જ જાય છે. સરપંચથી લઈને મંત્રી સુધી ઘણી વાર ફરિયાદ કરી ચૂક્યા છે પરંતુ કોઈ સુનાવણી નથી રહી. આ મામલે બડનગર ધારાસભ્ય મુરલી મોરવાલનો તર્ક કંઈ વિચિત્ર જ છે. ધારાસભ્યની માનીએ તો કંથારખેડીમાં કીચડ જેવી કોઈ સમસ્યા નથી તેમછતાં ગામમાં રસ્તાનુ નિર્માણ કરવામાં આવશે.

ફેક્ટ ચેકઃ શું જૈન સાધ્વી બની ગયા છે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ? જાણો સચ્ચાઈફેક્ટ ચેકઃ શું જૈન સાધ્વી બની ગયા છે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ? જાણો સચ્ચાઈ

English summary
Why daughters-in-law of kantharkhedi village leave their in-laws House. Know here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X