For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મણિપુરના રાજા શા માટે ભૂખ હડતાલ પર છે?

|
Google Oneindia Gujarati News

manipur-ancestral-palace-and-king
ઇમ્ફાલ, 29 જૂન : પૂર્વોત્તર ભારતના રાજ્ય મણિપુરના નામ માત્રના રાજા આજકાલ ભૂક હડતાલ પર ઉતર્યા છે. ભૂખ હડતાલનું કારણ એ છે કે રાજ્ય સરકારે રાજાને તેમના પૈતૃક મહેલમાંથી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. આ અંગે રાજા લિશેમ્બ શાનાજોબના સહયોગીઓનું કહેવું છે કે સરકારે તેમની સહમતિ વગર આ નિર્ણય લીધો છે.

રાજાના સહયોગીઓનું કહેવું છે કે સરકારનો આ નિર્ણય વર્ષ 2006માં શાહી પરિવાર અને રાજ્ય સરકારની વચ્ચે થયેલી સમજુતીનું ઉલ્લંઘન છે. બીજી તરફ અધિકારીઓનું કહેવું છે કે શાહી મહેલ અને તેની આસપાસની જમીનને સરકાર વિરાસત સ્થળ તરીકે વિકસાવવા માંગે છે.

આ કારણે સરકારના નિર્ણયના વિરોધમાં રાજા સાનાજોબે સોમવારે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે.બે દિવસ પહેલા રાજ્ય કેબિનેટે રાજધાની ઇમ્ફાલમાં બનેલા સાના કોનુંગ મહેલનું અધિગ્રહણ કરવાનો નિર્ણય લીધો હતો.

આ અંગે રાજાના સલાહકાર પુયામ તોમચાનું કહેવું છે કે "રાજાની સાથે છેતરપિંડી થઇ છે. કારણ કે સરકારે વર્ષ 2006માં કરવામાં આવેલી સમજુતિનું ઉલ્લંઘન કર્યું છે. આ સમજુતિમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહેલ અંગેનો કોઇ પણ નિર્ણય રાજાની મંજૂરી વિના લેવામાં આવશે નહીં."

બીજી તરફ સરકારી અધિકારીઓનું કહેવું છે કેમહેલનું રિનોવેશન કરાવીને સરકાર તેને પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે. સરકાર રાજા માટે એક વૈકલ્પિક નિવાસ પણ ઉપલબ્ધ કરાવવાની છે.

English summary
Why Manipur's 'King' on hunger strike?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X