કોંગ્રેસના બેંક એકાઉન્ટ કેમ ફ્રીઝ કરાયા? જાણો શું છે 115 કરોડનો વિવાદ?
દેશની સૌથી જુની પાર્ટી અને અગ્રણી વિપક્ષી પાર્ટી કોંગ્રેસના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ મોટો વિવાદ થયો છે. આ મામલો કોંગ્રેસ કોર્ટ સુધી લઈ ગઈ છે.
આવકવેરા વિભાગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કર્યા. આ પછી કોંગ્રેસ એપેલેટ ટ્રિબ્યુનલમાં પહોંચી, જે આવા ટેક્સ વિવાદોની સુનાવણી કરે છે, જ્યાંથી તેને રાહત મળી છે.

જો કે એક શરત સાથે આ રાહત મળી છે કે કોંગ્રેસે તેના ખાતામાં 115 કરોડ રૂપિયા રાખવા પડશે. હવે સવાલ એ છે કે આખરે 115 કરોડ રૂપિયાનો આ વિવાદ શું છે?
શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આવકવેરા વિભાગે કોંગ્રેસ પાર્ટી અને તેની યુવા વિંગના ખાતા ફ્રીઝ કરી દીધા છે. આ ઉપરાંત પાર્ટી સામે 210 કરોડ રૂપિયાની ટેક્સ ડિમાન્ડ જારી કરવામાં આવી છે.
આ મામલો તાજેતરનો નથી પણ 5 વર્ષ જૂનો છે. છેલ્લી લોકસભા ચૂંટણી એટલે કે નાણાકીય વર્ષ 2018-19નો છે, કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગની આ કાર્યવાહીને લોકશાહી પર હુમલો ગણાવી છે.
કોંગ્રેસને ITAT તરફથી મળેલી રાહતની સાથે સાથે 115 કરોડની મર્યાદા જાળવી રાખવા માટે Lien Mark Account શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બસ આટલું સમજો તો કોંગ્રેસનું ખાતું ફ્રીઝ થવાનો આખો મામલો સમજાશે.
શું છે 115 કરોડનો વિવાદ?
તમે ગેરંટી શબ્દ પરથી લિયન માર્ક એકાઉન્ટને વધુ સારી રીતે સમજી શકો છો. જ્યારે આપણે લોન લેવા જઈએ છીએ ત્યારે બેંક ગેરંટી તરીકે તેના કાગળો પોતાની સાથે રાખે છે. જેથી કરીને જો રિકવરી ન થાય તો તેના પૈસા ડૂબી ન જાય અને તે સુરક્ષિત રહે. જ્યારથી લોકોએ તેમની EMI અને અન્ય બિલની ચૂકવણીઓ ઓનલાઈન અને ઓટોમેટિક કરી છે ત્યારથી તેમના ખાતા પર પણ લિયન માર્ક લાદવાનું શરૂ થઈ ગયું છે.
હવે આ વાત કોંગ્રેસના કિસ્સામાં સમજીએ તો આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી 210 કરોડની લેણી રકમ કાઢી છે. કોંગ્રેસે તેની સામે ITATમાં અપીલ કરી છે. આ રીતે આ મામલો હવે કાયદાકીય વિવાદનો મુદ્દો બની ગયો છે, આ સ્થિતિમાં જ્યાં સુધી આ બાબતનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તે રૂપિયા અટકી જશે.












Click it and Unblock the Notifications
