For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લવ મેરેજના 13 દિવસ પછી બીજા છોકરા સાથે ભાગી ગઇ યુવતી

યુપીના મૈનપુરીમાં લવ મેરેજ થયાના માત્ર 13 દિવસ બાદ પત્ની બનેલી ગર્લફ્રેન્ડ પતિને છોડીને બીજા યુવક સાથે ભાગી ગઈ હતી. બે દિવસ શોધખોળ કર્યા બાદ પતિ પોલીસ મથકે પહોંચ્યો હતો.

|
Google Oneindia Gujarati News

યુપીના મૈનપુરીમાં લવ મેરેજ થયાના માત્ર 13 દિવસ બાદ પત્ની બનેલી ગર્લફ્રેન્ડ પતિને છોડીને બીજા યુવક સાથે ભાગી ગઈ હતી. બે દિવસ શોધખોળ કર્યા બાદ પતિ પોલીસ મથકે પહોંચ્યો હતો.

પરિવારની વિરૂદ્ધ જઇને કર્યા હતા લગ્ન

પરિવારની વિરૂદ્ધ જઇને કર્યા હતા લગ્ન

આ મામલો મૈનપુરી પોલીસ સ્ટેશનના બાર્નાહલ વિસ્તારનો છે. 16 નવેમ્બરના રોજ, યુવતીએ તેના પરિવારની વિરૂદ્ધ જઇને પડોશના એક યુવાન સાથે લગ્ન કર્યા હતા. યુવાન તેની નવી જિંદગી માટે પણ ખુશ હતો અને ઘણા સપના પણ જોતો હતો.

પત્ની બીજા યુવાન સાથે ભાગી ગઈ હતી

પત્ની બીજા યુવાન સાથે ભાગી ગઈ હતી

બધું બરાબર ચાલતું હતું. તે દરમિયાન આ યુવક ફઇના ઘરે લગ્ન સમારોહમાં ભાગ લેવા સિરસાગંજ જઇ રહ્યો હતો. તે લગ્ન સમારોહમાં ભાગ લેવા પત્નીને ઘરે મૂકી ગયો હતો. પરત ફરતી વખતે પત્ની ઘરે મળી નહોતી. જ્યારે યુવકે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેની પત્ની નજીકના ગામના એક યુવાન સાથે ચાલી ગઈ છે. તેણે પત્નીની શોધ શરૂ કરી, પરંતુ તે ક્યાંય મળી ન હતી.

પીડિત યુવકે કરી પોલીસ ફરીયાદ

પીડિત યુવકે કરી પોલીસ ફરીયાદ

યુવકે બે દિવસ સુધી તેની પત્નીની શોધ કરી હતી, પણ તે મળી નહીં. આ પછી તે પોલીસ મથકે પહોંચ્યો હતો અને તેની પત્નીને ભગાડી જનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કહે છે કે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.

English summary
wife abscond with young man after 13 days of love marriage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X