For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્ની અને તેના ભાઈઓને ગોળી મારી, 3ના મોત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના શકુરપુર વિસ્તારમાં હત્યાની ઘટનાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. અહીં એક વ્યક્તિએ 4 લોકોને ગોળી મારી હતી. જેના કારણે મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના શકુરપુર વિસ્તારમાં હત્યાની ઘટનાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. અહીં એક વ્યક્તિએ 4 લોકોને ગોળી મારી હતી. જેના કારણે મહિલા સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે દિલ્હી પોલીસનું નિવેદન આવ્યું છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધાયો

આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધાયો

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા કેસમાં સુભાષ પ્લેસ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, ગુનામાં વપરાયેલા હથિયાર કબ્જેકરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસે પણ 3 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

પોલીસે જણાવ્યું કે, રવિવાપના રોજ શકુરપુરના યાદવ માર્કેટ પાસેસંબંધીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જ્યાં ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા હતા.

આ ઘટના સુભાષ પ્લેસ પોલીસ સ્ટેશન વિસ્તારના ધ્યાનમાં આવી છે. આવા સમયેઆઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી

પોલીસ ઘટના સ્થળે પહોંચી

નોંધનીય છે કે, ગત રોજ અહી હત્યાની ઘટનાને પગલે સનસનાટી ફેલાઈ ગઈ હતી. સમાચાર આવ્યા કે એક વ્યક્તિએ તેની પત્ની અને તેની પત્નીના બે ભાઈઓનીગોળી મારીને હત્યા કરી નાખી હતી. આવા સમયે અન્ય એક મહિલાને પગમાં ગોળી વાગી હતી.

પોલીસે જણાવ્યું કે, 6 માર્ચના રોજ રાત્રે 11.25 કલાકે પીસીઆર કોલપર માહિતી મળી કે, શકુરપુર વિસ્તારમાં ફાયરિંગ થયું છે. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ચાલતો હતો સાસરિયા પક્ષ સાથે વિવાદ

ચાલતો હતો સાસરિયા પક્ષ સાથે વિવાદ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, હરેન્દ્ર નામના વ્યક્તિનો તેના સાસરિયા પક્ષ સાથે વિવાદ ચાલતો હતો. તેના ઘરે તેના સાસરિયાઓ આવ્યા હતા.

આરોપ છે કે,તે જ દરમિયાન હરેન્દ્રએ તેના બે વર્ષના બાળક, પત્ની અને સાળાની પત્ની પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે હરેન્દ્રની પત્ની સીમા, વિજય અને સુરેન્દ્ર બંનેના મોતથયા હતા. બાદમાં પોલીસ પહોંચી અને હરેન્દ્રની ધરપકડ કરી હતી.

English summary
Wife and her brothers shot dead, 3 killed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X