પાડોશી સાથે ભાગી પત્ની, પાછી ફરી તો તેનું મુંડન કરી નાખ્યું

ઉત્તરપ્રદેશના મેનપુરીમાં એક પતિએ પોતાની પત્નીને તાલિબાની સજા આપી છે. 20 દિવસ પહેલા તેની પત્ની પાડોશી સાથે ભાગી ગઈ હતી જયારે તે પાછી આવી ત્યારે તેનું મુંડન કરી નાખવામાં આવ્યું.

ઉત્તરપ્રદેશના મેનપુરીમાં એક પતિએ પોતાની પત્નીને તાલિબાની સજા આપી છે. 20 દિવસ પહેલા તેની પત્ની પાડોશી સાથે ભાગી ગઈ હતી જયારે તે પાછી આવી ત્યારે તેનું મુંડન કરી નાખવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ જયારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે પરિવારે તેના પર ભૂત પ્રેતનો પ્રભાવ ગણાવ્યો. મહિલાના મૂંડનનો મામલો આખા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.

uttar pradesh

મળતી જાણકારી અનુસાર આ મામલો મેનપુરીના કિસની ચોકી વિસ્તારના કમલપુરનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે 28 વર્ષની મહિલા 30 જૂને બેંકમાંથી પૈસા ઉપાડવાને બહાને પાડોશમાં રહેતા 45 વર્ષના બ્રજરાજ સિંહ સાથે ભાગી ગયી. પરિવાર ઘ્વારા ઘણી શોધ કરવા પર બ્રજરાજના ભાઈ સાદેશ અને અરવિંદે મહિલાને પોતાના સગાને ત્યાંથી શોધી કાઢી. 14 જુલાઈ એ તેમને મહિલાને તેમને પરિવારને સોંપી દીધી. મહિલાની ઘરેથી ભાગવાની બદનામીની કારણે પતિ અવધેશે શનિવારે પોતાની પત્નીનું મુંડન કરાવી નાખ્યું. આખા ગામમાં મહિલાના મુંડન વિશે ખબર ફેલાઈ ગયી. ગામમાં કોઈ પણ આ બાબતે બોલવા માટે તૈયાર નથી.

બાળકોને ઘરે મૂકીને ગયી હતી મહિલા

30 જૂને મહિલા બેંક જવાનું બહાનું કરીને ગયી હતી. તેને બાળકો કુપોષિત હોવાને કારણે બાળકોના ખાવા અને પીવા માટે પૈસા આવ્યા હતા. ત્યાંથી જ તે બ્રિજરાજ સિંહ સાથે ચાલી ગયી. પરિજનો ઘ્વારા બદનામી થવાના ડરથી પોલીસમાં સૂચના નહીં આપી અને જાતે જ તેની શોધ ચાલુ કરી દીધી. મહિલા ભાગતા સમયે બાળકોને પણ ઘરે મૂકીને ગયી હતી.

મહિલાના મુંડન કરાવવાની ઘટના આખા ગામમાં ચર્ચાનો વિષય બની છે. ગ્રામીણો ઘ્વારા જણાવ્યા અનુસાર મહિલાએ જાતે કહ્યું કે તેના પર કોઈ પ્રેતનો સાયો છે. સાસરી વાળાએ તેના પર આવો સાયો હોવાને કારણે તેનું મુંડન કરી નાખ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X