પતિની આ આદતથી કંટાળેલી પત્નીએ છોડ્યુ ઘર, 3 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ

યુપીના ગાઝિયાબાદમાં એક મહિલાએ પતિના નસકોરાથી ત્રાસીને ઘર છોડી દીધુ. કેસ કોર્ટમાં પહોંચી ગયો છે.

યુપીના ગાઝિયાબાદમાં એક મહિલાએ પતિના નસકોરાથી ત્રાસીને ઘર છોડી દીધુ. કેસ કોર્ટમાં પહોંચી ગયો છે. પતિએ પત્નીને પિયરથી પાછી લાવવા માટે અરજી દાખલ કરી છે. પતિનુ કહેવુ છે કે તે ડૉક્ટર પાસે પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે.

3 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ

3 વર્ષ પહેલા કર્યા હતા લવ મેરેજ

દિલ્લી ગેટના રહેવાસી રાજેશ ગોયલનો નોઈડાના કરિયાણા બજારમાં બિઝનેસ છે. ત્રણ વર્ષ પહેલા રાજેશે કોલેજમાં સાથે ભણતી યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા. યુવતી દિલ્લીના ચાંદની ચોક વિસ્તારમાં રહેતી હતી. બંનેના બે બાળકો છે.

પતિના નસકોરાથી કંટાળેલી પત્નીએ છોડ્યુ ઘર

પતિના નસકોરાથી કંટાળેલી પત્નીએ છોડ્યુ ઘર

રાજેશના વકીલ હરેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી રાજેશ રાતે સૂતી વખતે નસકોરા લે છે જેનાથી તેમની પત્ની કંટાળી ગઈ હતી. આના માટે બંને વચ્ચે ઝઘડો થયો અને પત્ની બાળકોને લઈને પિયર જતી રહી.

9 ફેબ્રુઆરીએ કોર્ટ કરશે સુનાવણી

9 ફેબ્રુઆરીએ કોર્ટ કરશે સુનાવણી

રાજેશ પહેલી પત્નીને પાછી આવવા માટે કહ્યુ અને પછી તેના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી પરંતુ કોઈ ફાયદો થયો નહિ. રાજેશે વકીલની મદદથી કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ હજુ સુધી અરજી પર સુનાવણી થઈ શકી નથી. કોર્ટ આ કેસની સુનાવણી 9 ફેબ્રુઆરીએ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X