પતિને બીજી મહિલા સાથે વાત કરવાની ના પાડી તો હત્યા કરી નાખી
ઉત્તરપ્રદેશના કનૌજમાં એક પત્નીને પોતાના પતિ પર શંકા કરવાની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી.
ઉત્તરપ્રદેશના કનૌજમાં એક પત્નીને પોતાના પતિ પર શંકા કરવાની કિંમત પોતાનો જીવ ગુમાવીને ચૂકવવી પડી. પતિએ પોતાની પત્નીની ગળું દબાવીને હત્યા કરી નાખી. પત્નીની હત્યા કર્યા પછી આરોપી પતિ ત્યાંથી ફરાર થઇ ગયો. ઘટના વિશે જાણકારી જયારે મૃતક મહિલાના પરિવારને મળી ત્યારે તેમને સાસરી પક્ષ સામે દહેજ હત્યાનો મામલો નોંધાવ્યો. પોલીસે મહિલાના પતિ અને દેવરની ધરપકડ કરી લીધી છે.

બંનેના ત્રણ બાળકો પણ છે
સદર ચોકી વિસ્તારના ડાક બંગલા રોડ પાસે રહેતા રીટાયર દરોગ ઈશ્વરદયાલ ના દીકરા અજય પાલના લગ્ન ચાર વર્ષ પહેલા ગુરસહાયગંજ નિવાસી સુલખાન સિંહ ની દીકરી સોની સાથે થયા હતા. આ બંનેના ત્રણ બાળકો પણ છે. મંગળવારે રાત્રે પતિ અને પત્ની જમવા માટે ગયા હતા. ત્યાં ખાવાનું ખાતા સમયે સોનીએ અજયને કોઈની સાથે વીડિયો કોલ પર વાત કરતા જોઈ લીધો. આ વાત પર બંને વચ્ચે લડાઈ થઇ ગયી. ઘરે આવ્યા પછી પણ બંને આ વાત પર લડતા રહ્યા.

મૃત અવસ્થામાં મળી
આરોપ છે કે આ દરમિયાન અજયે સોનીનું ગળું દબાવી દીધું જેના કારણે તેની મૌત થઇ ગયી. સવારે ઘરના બધા જ લોકો ઉઠ્યા પરંતુ સોની ઉઠી નહીં. જયારે ઘરના લોકો તેને ઉઠાડવા ગયા ત્યારે તે મૃત અવસ્થામાં મળી આવી. દીકરીની મૌતની સૂચના મળતા જ તેના પિયર પક્ષના લોકો પણ આવી ગયા.

દહેજ અને હત્યાનો મામલો
પિયર પક્ષ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અજય અને તેનો ભાઈ વિજય હંમેશા સોનીને પ્રતાડિત કરતા હતા. પરંતુ અજય ઘ્વારા જણાવવામાં આવ્યું કે સોનીએ આત્મહત્યા કરી છે. સૂચના મળતા જ પહોંચેલી પોલીસે અજય અને વિજયની ધરપકડ કરી લીધી છે. એટલું જ નહીં પરંતુ સાસરી પક્ષ પર દહેજ અને હત્યાનો મામલો પણ નોંધી લીધો છે.












Click it and Unblock the Notifications
