‘લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે રમી રહ્યા છે મોદી-મમતા, તેમને ઉખાડી ફેંકીશુ'

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએફ)ના નેતા કન્હૈયા કુમારે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો.

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશન (એઆઈએસએફ)ના નેતા કન્હૈયા કુમારે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમવાનો આરોપ લગાવ્યો.

‘ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે મોદી-મમતા'

‘ધાર્મિક ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે મોદી-મમતા'

એક જનસભાને સંબોધિત કરતા કન્હૈયા કુમારે કહ્યુ કે આજે દેશનો યુવાન નોકરી ઈચ્છે છે, તેને રોટી જોઈએ ધર્મ નહિ, મોદી દેશમાં જે કામ દિલ્લીથી કરી રહ્યા છે તે જ કામ દીદી કોલકત્તામાં બેસીને કરી રહ્યા છે. તેમને માત્ર ધર્મનું રાજકારણ કરતા આવડે છે. તેમને સામાન્ય જનતા સાથે કોઈ લેવાદેવા નથી. બંને લોકતંત્રનો વિનાશ કરી રહ્યા છે.

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી

ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી

ઉલ્લેખનીય છે કે આ જનસભા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના 94માં સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત કરવામાં આવી હતી. કન્હૈયા કુમારે કહ્યુ કે દેશના લોકતાંત્રિક તાણવાણાને નષ્ટ કરવાની ઈચ્છા ધરાવનાર કોઈ પણ વ્યક્તિ સામે અમે લડીશુ. ભલે તે મોદી હોય કે દીદી, કન્હૈયાએ દેશના બંધારણ અને લોકતંત્રના વિરોધમાં કામ કરનારા સામે લડવાના શપથ લીધા.

‘મોદી હોય કે દીદી, અમે કોઈને છોડીશુ નહિ'

‘મોદી હોય કે દીદી, અમે કોઈને છોડીશુ નહિ'

કન્હૈયા કુમારે કહ્યુ કે અમારો મુખ્ય હેતુ લોકતંત્રની રક્ષા કરવાનો છે જો કોઈ લોકતંત્રને નષ્ટ કરવા ઈચ્છે છે તો અમે તેને ઉખાડી ફેંકીશુ. પછી ભલે તે મોદી હોય કે દીદી, બંને સામે અમે એક જ રીતે લડીશુ.

‘દેશને ના તો મુસલમાનોથી ખતરો છે ના હિંદુઓથી'

‘દેશને ના તો મુસલમાનોથી ખતરો છે ના હિંદુઓથી'

તેમણે કહ્યુ કે દેશને ના તો મુસલમાનોથી ખતરો છે ના તો હિંદુઓથી, વર્તમાન સમયમાં દેશને અસલી ખતરો તો આવા નેતાઓથી છે. આ કાર્યક્રમમાં કન્હૈયા કુમાર સાથે દલિત નેતા ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હાજર હતા. તેમણે પણ ભાજપ પર હુમલો કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X