For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું રાબડી સારણથી અને મીસા પાટલીપુત્રથી ચૂંટણી લડશે?

|
Google Oneindia Gujarati News

પટણા, 6 ઓક્ટોબર : બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ - આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના જેલ ગયા બાદ તેમના પત્ની રાબડી દેવી પટણામાં આરજેડીની પ્રથમ બેઠક યોજી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવા કાયદા અનુસાર લાલુ યાદવે પોતાનું સંસદીય પદ ગુમાવ્યા બાદ તેમની બેઠકથી તેમના પત્ની રાબડી દેવી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

આ સાથે અન્ય એક મહત્વના સમાચાર એ પણ આવી રહ્યા છે કે આ વખતે ચૂંટણીઓ માત્ર રાબડી દેવી એકલાં નહીં લડે. લાલુ અને રાબડી દેવીની મોટી દીકરી મીસા પણ આ વખેત ચૂંટણી લડીને રાજકારણમાં ઝંપલાવે તેવી શક્યતા છે. માસાને સંસદીય ચૂંટણી લડાવવામાં આવશે. તેઓ પાટલીપુત્ર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે.

લાલુના જેલ ગયા બાદ આરજેડીની કમાન કોના હાથમાં હશે તે રાબડી દેવીએ સ્પષ્ટ કરી દીધું હતું. આ વ્યવસ્થા મુજબ પોતાના બે દીકરા અને દીકરીઓની મદદથી રાબડી દેવી આરજેડીનું સંચાલન કરશે.

rabri-devi-v-for-victory

આ દ્વારા ભારતીય રાજકારણમાં વધી રહેલા પરિવારવાદનો વધુ એક નમૂનો જોવા મળી રહ્યો છે. પાર્ટીએ નિર્ણય લીધો છે કે લાલુની ગેરહાજરીમાં દર વખતે સારણ બેઠક પરથી તેમના પત્ની રાબડી દેવી જ ચૂંટણી લડશે. હવે લોકસભા ચૂંટણીમાં ખૂબ ઓછો સમય રહ્યો હોવાથી હાલમાં આ બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાવાની શક્યતા નથી.

લાલુની પુત્રી મીસા પાટલીપુત્રથી એટલા માટે ચૂંટણી લડી શકે એમ છે કારણ કે ત્યાં યાદવોની સંખ્યા વધારે છે. જેના કારણે મીસાને સીધું સમર્થન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ગઇ વખતા લાલુ સારણ અને પાટલીપુત્ર બંને બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે પાટલીપુત્રમાં તેઓ પોતાના રાજકીય હરીફ અને જેડીયુના ઉમેદવાર રંજન યાદવ સામે હારી ગયા હતા.

English summary
Will Rabri contest election from Saran and Misa from Pataliputra?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X