સચિન, રેખા અને શાહરુખ કરશે કોંગ્રેસ માટે પ્રચાર?
ભોપાલ, 29 ઓક્ટોબરઃ જે સમાચારો આવી રહ્યાં છે, તેના પર નજર ફેરવવામાં આવે તો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ માટે સચિન, તેંડુલકર, શાહરુખ ખાન, રેખા, રવીના ટંડન અને નગમા જેવા સિતારા ચૂંટણી પ્રચાર કરી શકે છે. જો કે, હરિયાણા ક્રિકેટ સંઘમાં આપવામાં આવેલા એક નિવેદનમાં સચિને કહ્યું છે કે, હાલ મારી આવી કોઇ યોજના નથી, હું વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ થનારી બે ટેસ્ટ મેચોની તૈયારી કરી રહ્યો છું. નોંધનીય છે કે, ગત વર્ષે સચિન તેંડુલકર, રેખા અને ઉદ્યોગપતિ અનુ આગાને યુપીએ દ્વારા રાજ્ય સભાની સદસ્યતા ગ્રહણ કરાવી હતી. ( જો કે, ચૂંટણી પ્રચારને લઇને સચિન હજુ પણ કશ્મકશ છે.

રાજીવે કર્યો ઇન્કાર
બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લએ એ વાતનો ઇન્કાર કર્યો છે અને કહ્યું કે, સચિન હાલ સમય રણજી રમી રહ્યાં છે અને ત્યારબાદ બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં રમશે, અતઃ આ દરમિયાન તે અન્ય ગતિવિધિઓમાં ભાગ નહીં લઇ શકે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ જે કરવા ઇચ્છે તે કરવા માટે સ્વતંત્ર છે.
ભાજપે ઉડાવ્યો સિતારાઓનો મજાક
ભાજપના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પ્રચાર માટે આવનારા સિતારાઓનો મજાક ઉડાવતા કહ્યું કે, રેખા, અમિતાભ બચ્ચનને પ્રભાવિત કરી શકે છે, સચિન ક્રિકેટ રમી શકે છે, પરંતુ તે કોંગ્રેસ માટે વોટ એકઠાં ના કરી શકે.












Click it and Unblock the Notifications
