For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું અભિનંદન ફરીથી ઉડાવી શકશે ફાઈટર પ્લેન, ખતમ થયુ સસ્પેન્સ?

એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ આજે એર સ્ટ્રાઈક અને વાયુસેનાના પ્લેન્સના ઈતિહાસ વિશે પ્રેસ કોન્ફરન્સ કરી.

|
Google Oneindia Gujarati News

એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ આજે એર સ્ટ્રાઈક અને વાયુસેનાના પ્લેન્સના ઈતિહાસ વિશે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે વિંગ કમાંડર અભિનંદન દ્વારા ફરીથી ફાઈટર પ્લેન ઉડાવી શકવાના સવાલ પર પણ જવાબ આપ્યો. તેમણે કહ્યુ કે વિંગ કમાંડર અભિનંદનના મેડીકલ ફિટનેસ પર નિર્ભર કરશે કે તે ફરીથી ફાઈટર પ્લેન ઉડાવી શકશે કે નહિ. તેમણે કહ્યુ કે જો તે મેડિકલી ફિટ થઈ જશે તો જરૂર ઉડાવશે. અભિનંદન વિશે પૂછાયેલા પત્રકારોના સવાલના જવાબમાં ધનોઆએ કહ્યુ કે તેમનું ફરીથી પ્લેન ઉડાવવુ સંપૂર્ણપણે તેમની ફિટનેસ પર નિર્ભર કરશે. એર ચીફ માર્શલે કહ્યુ કે એટલા માટે ઈજેક્ટ બાદ તેમનુ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યુ. તેમને જે પણ ઈલાજની જરૂર હશે તેમને એ આપવામાં આવશે. એકવાર ફરીથી તે ફિટ થઈ ગયા તો ફાઈટર કૉકપિટમાં બેસશે.

કેટલા આતંકી મર્યા એ ગણવુ અમારુ કામ નથી

કેટલા આતંકી મર્યા એ ગણવુ અમારુ કામ નથી

એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા વિશે પૂછાવા પર ધનોઆએ એર સ્ટ્રાઈક વિશે જણાવતા કહ્યુ કે આપણે બાલાકોટમાં પોતાના ટાર્ગેટને હિટ કર્યો હતો. તેમણે કહ્યુ કે હુમલામાં કેમ્પ નષ્ટ થયો એટલા માટે પાકિસ્તાન રઘવાયુ થયુ. એર સ્ટ્રાઈક પર પહેલી વાર બોલતા ધનોઆએ કહ્યુ કે જો બોમ્બ જંગલમાં પડ્યો હોત તો જવાબ ના આવત.

પાકિસ્તાને અમેરિકા સાથે થયેલી સમજૂતી તોડી

ધનોઆએ કહ્યુ કે એફ-16 મિસાઈલના ટૂકડા અમને મળ્યા છે, નિશ્ચિત રીતે તેમણે (પાકિસ્તાન) એફ-16 ફાઈટર વિમાનનો ઉપયોગ કર્યો. ધનોઆએ કહ્યુ કે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યુ હતુ. તેમણે કહ્યુ કે પાકિસ્તાને એફ-16 વિશે અમેરિકા સાથે થયેલી સમજૂતી તોડી.

મિગ-21 બાઈસન પર બોલ્યા ધનોઆ

મિગ-21 બાઈસનના ઉપયોગ પર વાયુસેનાના ચીફે કહ્યુ કે, ‘જ્યારે આવી સ્થિતિ આવે તો દરેક પ્રકારના ફાઈટર પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્લાન ઑપરેશન નહોતુ. પાકિસ્તાનમાં અમે પ્લાન ઑપરેશનમાં આનો ઉપયોગ નહોતો કર્યો.' તેમણે કહ્યુ કે પાકિસ્તાનના વિમાનોને ખદેડવા માટે મિગ-21 બાઈસનનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ એપગ્રેટેડ એરક્રાફ્ટ છે.

આ પણ વાંચોઃ ફરીથી ઘેરાયા સિદ્ધુ હવે વિંગ કમાંડર અભિનંદન વિશે આપ્યુ નિવેદનઆ પણ વાંચોઃ ફરીથી ઘેરાયા સિદ્ધુ હવે વિંગ કમાંડર અભિનંદન વિશે આપ્યુ નિવેદન

English summary
Wing Commander Abhinandan Varthaman flies or not depends on his medical fitness: Air Chief Marshal BS Dhanoa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X