For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કોણ છે વિંગ કમાંડર મનીષ સિંહ, જે ફ્રાંસથી રાફેલ ઉડાવીને લાવી રહ્યા છે ભારત

ફ્રાંસથી રાફેલ લાવી રહેલ પાયલટ્સમાં ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના લાલ મનીષ સિંહ પણ શામેલ છે. જાણો તેમના વિશે...

|
Google Oneindia Gujarati News

ભારતીય વાયુસેના માટે આજનો દિવસ ઘણો ઐતિહાસિક છે કારણકે રાફેલ વિમાન ભારતની જમીન પર પહોંચી રહ્યુ છે. ફ્રાંસથી રાફેલ લાવી રહેલ પાયલટ્સમાં ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના લાલ મનીષ સિંહ પણ શામેલ છે. મનીષ સિંહ બલિયાના બાંસડીહના નાના ગામ બકવાંના રહેવાસી છે અને તેમનો આખો પરિવાર સેનામાં રહ્યો છે. તેમના પિતા મદન સિંહ પણ ભૂમિ દળના જવાન છે.

બકવાં ગામમાં ખુશીનો માહોલ

બકવાં ગામમાં ખુશીનો માહોલ

છાપા અને ન્યૂઝ ચેનલોના માધ્યમથી જ્યારે બકવાં ગામના લોકોને જાણવા મળ્યુ કે વિંગ કમાંડર મનીષ સિંહ રાફેલ વિમાનોને ભારત લાવનારી ટીમમાં શામેલ છે તો તેમના ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગામના યુવાનો મનીષને પોતાનો પ્રેરણા સ્ત્રોત ગણાવે છે. ફાઈટર વિમાન રાફેલ લઈને મનીષના સ્વદેશ પાછા આવવાની સૂચના મળ્યા બાદ ગામના ઉત્સાહી યુવાનોએ એકબીજાનુ મોઢુ મીઠુ કરાવીને ખુશી વ્યક્ત કરી. જવાન મદન સિંહના પુત્ર મનીષ સિંહ પોતાના ભાઈ બહેનોમાં સૌથી મોટા છે. ગામની ગલીઓમાંથી નીકળીને વિંગ કમાંડર સુધી પહોંચનાર મનીષનુ પ્રારંભિક શિક્ષણ ગામની એક ખાનગી સ્કૂલ નૂતન શિક્ષા નિકેતનમાં થયુ છે.

2002માં ઈન્ડિયન એરફોર્સમાં પાયલટ

2002માં ઈન્ડિયન એરફોર્સમાં પાયલટ

મનીષ છઠ્ઠા ધોરણ સુધી ગામમમાં અભ્યાસ કર્યા બાદ તેમના વધુ અભ્યાસ મમાટે કરનાલના કુંજપુરા સ્થિત સૈનિક સ્કૂલમાં ગયા જ્યાં તેમના પિતા સેનામાં સેવારત હતા. મનીષ વર્ષ 2002માં ઈન્ડિયન એરફોર્સમાં પાયલટ બન્યા. અંબાલા તેમજ જામનગર બાદ બે વર્ષ પહેલા વર્ષ 2017-2018માં તેમની તૈનાતી ગોરખપુરમાં હતી. એ વખતે મનીષ પોતાના ગામ બકવાં આવ્યા હતા. ફ્રાંસથી ફાઈટર પ્લેન રાફેલની ડીલ બાદ મનીષને પ્રશિક્ષણ માટે સરકારે ફ્રાંસ મોકલ્યા હતા. તેમની સાથે અન્ય વિંગ કમાંડર પણ રહ્યા. ચર્ચિત ફાઈટર પ્લેનને ફ્રાંસથી ભારત લાવનારી ટીમમાં શામેલ થઈને વિંગ કમાંડર મનીષ સિંહે બલિયાનુ નામ આખા દેશમાં રોશન કર્યુ છે.

2014માં વૃત્તિકા સિંહ સાથે થયા લગ્ન

2014માં વૃત્તિકા સિંહ સાથે થયા લગ્ન

તમને જણાવી દઈએ કે વિંગ કમાંડર મનીષ સિંહના લગ્ન 2014માં લખનઉના કમ્પ્યુટર એન્જિનિયર વૃત્તિકા સિંહ સાથે થયા હતા. તેમને એક પુત્ર કેવિન સિંહ(7 વર્ષ) પણ છે. ફ્રાંસખી રવાના થતા પહેલા મનીષે પોતાના પિતા મદન સિંહને જણાવ્યુ કે તે જલ્દી રાફેલ લઈને ભારત માટે ઉડાન ભરવાના છે. સૈનિક પિતા મદન સિંહ તેમજ માતા ઉર્મિલા દેવીએ કહ્યુ કે નિશ્ચિત રીતે પુત્રની ઉપસ્થિતિએ માત્ર મારા માટે જ નહિ પરંતુ આખા દેશ માટે ગર્વની વાત છે. પિતાએ કહ્યુ કે દેશની સેવામાં મારા પછી મારો દીકરો અડગ છે. એ વિચારીને શિશ ગર્વથી ઉંચુ થઈ જાય છે. વળી નાની બહેનો પ્રિયંકા તેમજ અંકિતા પણ મોટા ભાઈની ઉપલબ્ધિ પર ઘણી ખુશ છે.

હરદોઈના રહેવાસી છે વિંગ કમાંડર અભિષેક ત્રિપાઠી

હરદોઈના રહેવાસી છે વિંગ કમાંડર અભિષેક ત્રિપાઠી

તમને જણાવી દઈએ કે ફ્રાંસથી રાફેલ ઉડાવીને લાવનારમાં ઉત્તરપ્રદેશના વધુ એક લાલનુ નામ પહેલા જ આવી ચૂક્યુ છે. આ વિંગ કમાંડરનુ નામ અભિષેક ત્રિપાઠી છે. અભિષેક હરદોઈ જનપદના સંડીલાના મોહલ્લા બરૌનીના રહેવાસી છે. સંડીલા નિવાસી અનિલ ત્રિપાઠી જયપુરમાં રહે છે. અનિલ ત્રિપાઠીના દીકરા અભિષેક એરફોર્સમાં વિંગ કમાંડર છે.

આજે અંબાલામાં રાફેલ વિમાનોને રિસીવ કરશે વાયુસેના પ્રમુખ, જોધપુરમાં થશે લેન્ડીંગઆજે અંબાલામાં રાફેલ વિમાનોને રિસીવ કરશે વાયુસેના પ્રમુખ, જોધપુરમાં થશે લેન્ડીંગ

English summary
Wing Commander Manish Singh, who is bringing India from France by blowing Rafael
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X