Wired Divorce : પત્નીએ ન રાખ્યું કરવા ચોથનું વ્રત, દિલ્હી હાઇકોર્ટે માન્ય રાખ્યા છૂટાછેડા
Wired Divorce : દિલ્હી હાઇકોર્ટમાં છુટાછેડા માંગતો એક કેસ આવ્યો હતો. જેમાં દિલ્હી હાઈકોર્ટે નોંધ્યું હતું કે, લગ્ન બાદ પત્ની દ્વારા તેના પતિને સતત નકારવું તેના માટે ભારે માનસિક પીડાનું કારણ છે.
ફેમિલી કોર્ટના છૂટાછેડાના નિર્ણયને યથાવત રાખતા જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને નીના બંસલ ક્રિષ્નાની બેચે જણાવ્યું હતું કે, પતિએ તેની જુબાનીમાં જણાવ્યું હતું કે, પત્નીએ કડવા ચોથનું વ્રત રાખવાની ના પાડી હતી અને કહ્યું હતું કે, તે બીજા પુરુષને માને છે. તેના પતિ અને તેના માતા-પિતાએ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી લગ્ન કર્યા હતા.

પત્નીની અપીલને ફગાવી દેતા બેચે જણાવ્યું હતું કે, ફેમિલી કોર્ટે જણાવ્યું છે કે, પત્નીના વર્તનથી પતિને ભારે માનસિક વેદના, પીડા અને ક્રૂરતા થઈ છે. આ કારણે તે છૂટાછેડા માટે હકદાર છે.
અત્રે નોંધનીય છે કે, આ પહેલા ફેમિલી કોર્ટે પત્ની દ્વારા કરાતી ક્રૂરતાના આધારે પતિને છૂટાછેડા આપવાનો આદેશ આપ્યો હતો. બંનેએ માર્ચ 2011માં લગ્ન કર્યા હતા અને છ મહિના પછી અલગ રહેવા લાગ્યા હતા.












Click it and Unblock the Notifications
