તળાવમાં નહાતી મહિલાનો વીડિયો બનાવ્યો, 5 મહિના સુધી રેપ કર્યો
અલ્વર ગેંગરેપ પછી રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર વિપક્ષને નિશાને છે. આ મામલે ભાજપ સતત કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે.
અલ્વર ગેંગરેપ પછી રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર વિપક્ષને નિશાને છે. આ મામલે ભાજપ સતત કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે. પ્રધાનમંત્રી મોદી પણ કોંગ્રેસ અને બસપા સુપ્રીમો માયાવતી પર આ મામલે નિશાન સાધી ચુક્યા છે, જયારે કોંગ્રેસે કહ્યું છે કે આ મામલે બધા જ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને દોષીઓને કોઈ પણ હાલતમાં છોડવામાં નહીં આવે. આ દરમિયાન રાજસ્થાનમાં વધુ એક નિર્દય મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના ઝુઝુનું ગામમાં એક મહિલાનો તળાવમાં નહાતો વીડિયો બનાવીને તેને બ્લેકમેલ કરીને તેની સાથે 5 મહિલા સુધી દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે.
આ પણ વાંચો: બોયફ્રેન્ડ સામે 12 લોકોએ તેની ગર્લફ્રેંડનો ગેંગરેપ કર્યો

દુષ્કર્મ પછી મિત્રોને વીડિયો કલીપ આપી
મળતી જાણકારી અનુસાર આ મામલો ઝુઝુનું ઉદયપુર વાટી વિસ્તારના એક ગામનો છે. મહિલાએ પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં જણાવ્યું કે 10 જાન્યુઆરીએ તે ગામના એક તળાવમાં નાહવા માટે ગઈ હતી. ત્યારે ગામના એક યુવકે સંતાઈને તેનો વીડિયો બનાવી લીધો. ત્યારપછી તે યુવકે વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું. યુવક લગભગ 5 મહિના સુધી મહિલા સાથે દુષ્કર્મ કરતો રહ્યો. ત્યારપછી યુવકે પોતાના બે મિત્રોને પણ તે મહિલાની વીડિયો કલીપ આપી. તે બંને લોકોએ પણ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ કર્યું. મહિલાએ આખરે પોલીસમાં તેની ફરિયાદ આપી છે.

દુષ્કર્મનો મુખ્ય આરોપી ફરાર
ફરિયાદ મળતા જ પોલીસે કેસ નોંધીને આરોપીઓની ધરપકડ શરુ કરી દીધી. આરોપીઓની ધરપકડ કરવા માટે 5 અલગ અલગ ટીમ બનાવવામાં આવી. પોલીસે આ મામલે અત્યારસુધીમાં બે લોકોની ધરપકડ કરી છે, જયારે મુખ્ય આરોપી ફરાર છે. પોલીસ મુખ્ય આરોપીની શોધમાં લાગી છે. પોલીસે કહ્યું કે તેઓ ખુબ જ જલ્દી મુખ્ય આરોપીની ધરપકડ કરી લેશે.

અલ્વર કેસ પર રાજનીતિ ગરમાઈ ચુકી છે
અલ્વરમાં 26 એપ્રિલે એક મહિલા પોતાના પતિ સાથે બપોરે બાઈક પર જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં કેટલાક લોકોએ તેને રોકી લીધા અને તેમને ખેંચીને સુમસાન જગ્યા પર લઇ ગયા. ત્યારપછી તેમને મહિલાના પતિને બાંધીને તેની સાથે મારપીટ કરી અને મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું. તેમને મહિલા સાથે પણ મારપીટ કરી આરોપીએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપીને પતિ પાસે પૈસાની માંગ કરી. પૈસા આપ્યા પછી પણ આરોપીઓએ આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરી દીધો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
