દિલ્લી મતદાન પહેલા મહિલા સબ ઈન્સ્પેક્ટરની હત્યા, મેટ્રો સ્ટેશન પાસે ફાયરિંગ
દેશની રાજધીનીના રોહિણી વિસ્તારમાં શુક્રવારની રાતે લગભગ 9.30 વાગે એક મહિલા સબ ઈન્સ્પકેટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
દેશની રાજધીનીના રોહિણી વિસ્તારમાં શુક્રવારની રાતે લગભગ 9.30 વાગે એક મહિલા સબ ઈન્સ્પકેટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મહિલા સબ ઈન્સ્પેક્ટરનુ નામ પ્રીતિ અહલાવત હતુ જેના પર એક યુવકે ગોળી ચલાવી. પ્રીતિ પૂર્વ દિલ્લીના પડપટગંજ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈનાત હતી. તમને જણાવી દઈએ કે દિલ્લીમાં આજે મતદાન છે. એવામાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો પરંતુ દિલ્લીમાં મતદાન પહેલા જ મહિલા એસઆઈની હત્યાથી લોકો ચોંકી ગયા છે.

માહિતી મુજબ પ્રીતિ કાલે રાતના સમયે પોતાની ફરજ પૂરી કર્યા બાદ મેટ્રોથી પૂર્વ રોહિણી મેટ્રો સ્ટેશન પહોંચી અને પછી ચાલીને પોતાના ઘર તરફ જઈ રહી હતી અને ત્યારે પાછળથી એક યુવક આવ્યો અને તેણે અચાનક પ્રીતિ પર ત્રણ રાઉન્ડ ગોળીઓ ચલાવી દીધી. પ્રીતીને બે ગોળી વાગી જ્યારે એક બાજુમાં જઈ રહેલી કારના પાછળના ભાગમાં ગઈ. પ્રીતિને એક ગોળી માથામાં વાગી ત્યારબાદ તે પડી ગઈ અને ઘટના સ્થળે જ તેણે દમ તોડી દીધો. ગોળી ચલાવનાર હુમલાખોર ભાગી ગયો છે.
પ્રીતિ અહલાવત વર્ષ 2018માં દિલ્લી પોલિસમાં ભરતી થઈ હતી. ઘટના સ્થળે પોલિસે શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. કહેવાઈ રહ્યુ છે કે પ્રીતિ કોઈ રેપ કેસની તપાસ કરી રહી હતી, તેમાં તેને ધમકીઓ મળી રહી હતી. તમને જણાવી દઈએ કે પડપટગંજ ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલિસ સ્ટેશનમાં તૈનાત એસઆઈ પ્રીતિ અહલાવત વર્ષ 2018માં જ દિલ્લી પોલિસમાં ભરતી થઈ હતી. હાલમાં પોલિસે સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. ઘટના સ્થળેથી ત્રણ ખાલી કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. પોલિસે કેસ નોંધી લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
