ઘરોમાં કચરાપોતા કરે છે સરકારી નોકરીવાળા દીકરાઓની મા, વીડિયો વાયરલ થતા આવીને લઈ ગયા
61 વર્ષની પ્રેમીલા ઘરોમાં કચરા પોતા કરે છે અને 15 વર્ષોથી એકલી રહે છે. નવાઈની વાત એ છે કે મહિલાના બે દીકરા સરકારી નોકરીમાં છે તેમછતાં તે હાલતમાં છે.
ઘણી વાર જોવા મળે છે કે પુત્રો કપૂત નીકળતા કોઈ મા મજૂરી કરી રહી છે કે ભીખ માંગી રહી છે. આવુ જ કંઈક પ્રેમીલા નાના પવાર નામની મહિલા સાથે બન્યુ. 61 વર્ષની પ્રેમીલા ઘરોમાં કચરા પોતા કરે છે અને 15 વર્ષોથી એકલી રહે છે. નવાઈની વાત એ છે કે મહિલાના બે દીકરા સરકારી નોકરીમાં છે તેમછતાં તે હાલતમાં છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
વીડિયોમાં મહિલાએ જણાવી આ વાતો
મહિલાએ જણાવ્યુ કે તેમનો એક પુત્ર પોલિસ નિરીક્ષક છે જ્યારે બીજો સરકારી બસ કંડક્ટર છે. મહિલા વાસ્તવમાં મહારાષ્ટ્રના નંદૂરબાર શહેરની છે. વર્ષ 1995માં તેમના પતિનું મોત થઈ ગયુ હતુ ત્યારબાદ તેણે ઘણી મહેનત કરીને પોતાના પુત્રોને ભણાવ્યા પરંતુ એક ગેરસમજના કારણે પુત્રોથી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ તે એકલા રહેવા માટે મજબૂર થઈ ગયા અને ઘરોમાં કચરાપોતા કરવા લાગ્યા.
પોલિસે પુત્રોને શોધી કાઢ્યા
વીડિયો ક્લિપ વાયરલ થતા કેસ પોલિસ સુધી પહોંચ્યો અને મહિલાના પુત્રોની શોધ શરૂ થઈ. મહિલાને છેલ્લા ઘણા વર્ષોથી ખબર નહોતી કે તેના પુત્રો ક્યાં રહે છે. પોલિસે પોતાના વિભાગમાં મહિલાના પુત્રને શોધવાની કોશિશ કરી તો માલુમ પડ્યુ કે વાસ્તવમાં તે પોલિસ નિરીક્ષક નહિ પરંતુ વેચાણ કર વિભાગમાં અધિક્ષક છે. બંને પુત્રોને શોધીને બોલાવવામાં આવ્યા અને ગેરસમજ દૂર કરવામાં આવી ત્યારે બધાએ એકબીજાને મિઠાઈ ખવડાવી અને મહિલાને સાથે ઘરે લઈ ગયા.

પહેલા પણ આવ્યા છે આવા કેસ
આ કોઈ પહેલી વાર નથી પરંતુ પહેલા પણ ઘણા એવા વૃદ્ધ પુરુષ કે મહિલાઓને રસ્તા પર ભીખ માંગતા જોવા મળ્યા છે જેમણે પોતાનો લોહી પરસેવો એક કરીને પોતાના બાળકોને ભણાવ્યા હોય.












Click it and Unblock the Notifications
