Video: છેડછાડ કરનાર ને થપ્પડ મારી પોલીસ સ્ટેશન ખેંચી લાવી મહિલા
દિલ્હીમાં એક મહિલા સાથે છેડછાડ કરનારને તે મહિલા કોલરથી પકડી ખેંચતી પોલીસ સ્ટેશન લઈને આવી.
દિલ્હીમાં એક મહિલા સાથે છેડછાડ કરનારને તે મહિલા કોલરથી પકડી ખેંચતી પોલીસ સ્ટેશન લઈને આવી. દિલ્હીમાં મહિલા પોતાના મિત્ર સાથે ફરી રહી હતી. બંને કરોલ બાગના ગફ્ફાર માર્કેટમાં ફરી રહ્યા હતા. ત્યાં જ પાંચ લોકોના ગ્રુપે તેમના પર ગંદી કમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું. ત્યારપછી મહિલાએ એક વ્યક્તિને પકડી તેને થપ્પડ મારવાનું ચાલુ કરી દીધું અને ખેંચીને તેને પોલીસ સ્ટેશન લઇ ગયી.

25 ફેબ્રુઆરી દરમિયાન મહિલા પોતાના મિત્ર સાથે ફરી રહી હતી. બંને કરોલ બાગના ગફ્ફાર માર્કેટમાં ફરી રહ્યા હતા. ત્યાં જ પાંચ લોકોના ગ્રુપે તેમના પર ગંદી કમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું. તેમનાથી બચવા માટે બંને રીક્ષામાં બેસી ગયા. પરંતુ યુવકોએ તેમનો પીછો છોડ્યો નહીં. તેઓ રીક્ષાનો પીછો કરવા લાગ્યા અને તેમના પર આપત્તીજનક ટિપ્પણી કરવા લાગ્યા. ગંદી કમેન્ટ સાંભળી મહિલા ગુસ્સે ભરાઈ અને રીક્ષા નીચે ઉતરી યુવકને કોલરથી પકડી તેને થપ્પડો મારવાનું ચાલુ કરી દીધું.
પોલીસે યુવક વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે. આ મામલે બે યુવકોની ધરપકડ થઇ ચુકી છે. આરોપીઓની ઓળખ અભિષેક અને મનીષ રૂપે થઇ છે. જેઓ હરિયાણાના ચરખી દાદરીમાં રહે છે. એક પોલીસ અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાએ છેડછાડ કરનારને પકડ્યા અને પછી પોલીસને ફોન કર્યો. ત્યારપછી મહિલાએ પોલીસ સ્ટેશન આવી આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી.
મામલામાં જોડાયેલા એક આરોપીએ પોલીસ સ્ટેશને આવીને સરેન્ડર કર્યું. પોલીસે મહિલાની ફરિયાદ પર આઇપીસી ની ધારા 509 હેઠળ કેસ નોંધી લીધો છે.












Click it and Unblock the Notifications
