CJI ગોગોઈ પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ કર્યા સનસનીખેજ ખુલાસા
સુપ્રીમ કોર્ટની મહિલા કર્મચારી જેણે મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેનુ કહેવુ છે કે તે કેસની તપાસમાં શામેલ થવા નથી માંગતી.
સુપ્રીમ કોર્ટની મહિલા કર્મચારી જેણે મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેનુ કહેવુ છે કે તે કેસની તપાસમાં શામેલ થવા નથી માંગતી. મહિલાનું કહેવુ છે કે તેણે પોતાની વકીલાત માટે કોઈ વકીલ કે કોઈ કાયદાકીય જાણનારની મદદ લેવા ગઈ નથી. ગઈ સુનાવણીથી નાખુશ પીડિતાનું કહેવુ છે કે તેને ન્યાય નહિ મળે. મહિલાએ કહ્યુ, 'મને ઘણી વાર કમિટીએ પૂછ્યુ કે મે છેવટે કેમ આટલી મોડેથી આ યૌન શોષણની ફરિયાદ નોંધાવી.'

વિસાખા ગાઈડલાઈનનું નથી થઈ રહ્યુ પાલન
પીડિતાનું કહેવુ છે કે ત્રણ જજોની પેનલ વિસાખા ગાઈડલાઈન અનુસાર નક્કી કરેલા નિયમોનું પાલન નથી કરી રહ્યા. કમિટીની અંદરનો માહોલ ઘણો ડરામણો છે, હું ઘણી ડરી ગયેલી હતી કારણકે મને સુપ્રીમ કોર્ટના જજ સવાલ પૂછી રહ્યા હતા અને તે પણ મારા વકીલની ગેરહાજરીમાં, મારી મદદ માટે ત્યાં કોઈ પણ નહોતુ. મહિલાએ એ પણ દાવો કર્યો છે કે કમિટી એ વાતનો સ્વીકાર કરવા માટે તૈયાર નથી કે મે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સામે ફરિયાદ નોંધાવી છે. મને એ વાતની આશા હતી કે કમિટીનો રવૈયો મારા પ્રત્યે સંવેદનશીલ હશે અને જેની મદદથી હું પોતાની આપવીતી તેમની સામે રાખી શકીશ. પરંતુ કમિટીનું વલણ એવુ નથી કે જેનાથી મને ડર ના લાગે, ગભરાટ ના થાય કે હું શોકમાં ન જાઉ.

મને મારા નિવેદનની નકલ પણ આપવામાં નથી આવી
મહિલાએ એ પણ આરોપ લગાવ્યો છે કે તેને તેના જૂના નિવેદનની કોપી પણ આપવામાં આવી નથી જેના કારણે તે આ કેસને યોગ્ય રીતે ફોલો ન કરી શકી. એટલુ જ નહિ મહિલાનું કહેવુ છે કે મને સાંભળવામાં મુશ્કેલી થાય છે. એક સમયે મને એ પણ સમજવામાં મુશ્કેલી થઈ રહી હતી કે મારા નિવેદનને કઈ રીતે સામે રાખવામાં આવ્યુ છે. મને 26 અને 29 એપ્રિલની સુનાવણી દરમિયાન મારા નિવેદનની કોઈ કૉપી આપવામાં આવી નથી.

સુનાવણીમાં ભાગ નહિ લે
30 એપ્રિલના રોજ મહિલા પોતાના લિખિત પત્ર સાથે કમિટી સામે પહોંચી અને તેણે જણાવ્યુ કે છેવટે કેમ તેણે યૌન શોષણની ફરિયાદ સાત મહિના પછી કરી છે. મહિલાનું કહેવુ છે કે વકીલ વિના કમિટીની અંદર મને મારો પક્ષ રાખવાનું ઘણી માનસિક પીડા આપી રહ્યુ હતુ. મહિલાએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે તે હવે કમિટીની સુનાવણીમાં ભાગ નહિ લે જેમાં જસ્ટીસ એસ એ બોબડે, ઈન્દુ મલ્હોત્રા અને ઈન્દિરા બેનર્જી શામેલ છે.

મારો પીછો કરવામાં આવતો હતો
આ ઉપરાંત મહિલાએ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે કોર્ટમાં જતી હતી ત્યારે તેનો પીછો કરવામાં આવતો હતો. તમને જણાવી દઈએ કે આ કેસ એ વખતે સામે આવ્યો હતો જ્યારે 20 એપ્રિલના રોજ એક ન્યૂઝ પોર્ટલે આ કેસ પ્રકાશિત કર્યો હતો. આ કેસ સામે આવ્યા બાદ મહિલા કર્મચારીએ આરોપ લગાવ્યો હતો કે જસ્ટીસ રંજન ગોગોઈએ તેનુ યૌન શોષણ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
