બે પ્રેમી સાથે મળી મહિલાએ પોતાના જ પતિનું ઢીમ ઢાળી દીધું

બે પ્રેમી સાથે મળી મહિલાએ પોતાના જ પતિનું ઢીમ ઢાળી દીધું

શિવપુરીઃ મધ્ય પ્રદેશના શિવપુરીમાં 8 નવેમ્બરે થયેલ નૃશંસ હત્યાકાંડનો ખુલાસો પોલીસે 24 કલાકમાં કરી લીધો. ઘટનાનો ખુલાસો કરતા પોલીસે મૃતક મુકેશ જાટવની પત્ની સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં આોપીઓએ પોલીસને જણાવ્યું કે 40 વખત પથ્થરથી માથા પર પ્રહાર કરી મુકેશને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ, મુકેશના ગુપ્તાંગને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

શું છે મામલો

શું છે મામલો

મીડિયા રિપોર્ટ્સ મુજબ મામલો શિવપુરીના ગાંધી પાર્ક સ્થિત માનસ ભવનનો છે. અહીં 8 નવમ્બરે એક મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ મૃતકની ઓળખ છૂપાવવા માટે પથ્થરથી માથું કચડી નાખ્યું હતું, એટલું જ નહિ, ગુપ્તાંગને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પરંતુ મોડી રાત્રે મૃતકની ઓળખ મુકેશ જાટવ (32) તરીકે થઈ છે. જ્યારે આ હત્યાકાંડને ગંભિરતાથી લેતા પોલીસે 24 કાલકમાં જ ખુલાસો કરી દીધો. એસપી રાજેશ સિંહ ચંડેલે જણાવ્યું કે જે દરમિયાન પોલીસ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી રહી હતી, તે દરમિયાન ઘટના સ્થળથી થોડે દૂર ભાડે રહેતી મૃતકની પત્ની ચંપા વારંવાર જોવા આવી રહી હતી. તે આવતી, પાછી ફરી જતી અને પછી છત પર ચઢીને જોતી.

ત્રણ આરોપીઓની ધરપકડ કરી

ત્રણ આરોપીઓની ધરપકડ કરી

પોલીસને આ બધું અજીબ લાગી રહ્યું હતું કે ત્યારે જ એક બાળક ટીઆઈ બાદામસિંહ પાસે આવ્યો અને જણાવ્યું કે જે ફોટો મૃતક મુકેશના ખિસ્સામાંથી મળ્યો તે ચંપા આંટીનો છે. ચંપા આંટીના કેટલાય પ્રેમી છે અને તે વારંવાર જોવા આવી રહી છે. આની સાથે જ મહિલા પોલીસે સૌથી પહેલા ચંપાને કબ્જામાં લીધી. પંચાએ પોલીસને જણાવ્યું કે એક દિવસ પહેલા તેનો પતિ આવ્યો હતો અને પછી ઘરે નથી પહોંચ્યો. પરંતુ જ્યારે પોલીસે પોતાના અંદાજમાં પૂછપરછ કરી તો ચંપા ટૂટી ગઈ અને તેણે આરોપી કલ્લૂ ઉર્ફે મુબારિક 21 પુત્ર જહૂર ખાન પઠાણ, નિવાસી સંજય કોલોની અને છોટૂ ઉર્ફે ઈદરીસ 19 પુત્ર પૂરન રજક નિવાસી સંજય કોલોની સાથે મળી હત્યાકાંડને અંજામ આપ્યો હોવાનું સ્વીકાર્યું. બાદમાં પોલીસે અન્ય બંને આરોપી કલ્લૂ પઠાણ અને છોટૂ રજકની ધરપકડ કરી લીધી.

એસપીએ શું કહ્યું

એસપીએ શું કહ્યું

એસપી રાજેશ સિંહ ચંડેલે કહ્યું કે માનસ ભવનમાં જે લાશ મળી હતી, તેની ઓળખ મુકેશ જાટવના રૂપમાં થઈ હતી. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે તેની પત્નીના કલ્લૂ પઠાણ નામના વ્યક્તિ સાથે આડા સંબંધ હતા. આ લોકોએ મળીને મકેશને દારૂ પીવળાવ્યો અને બાદમાં પથ્થરથી માથું કચડી તેની હત્યા કરી નાખી. મૃતકના ગુપ્તાંગને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X