મહિલા ડાંસર્સને નગ્ન કરી નચાવવા માંગતા હતા લોકો, 2ની ધરપકડ
મહિલા ડાંસર્સને નગ્ન કરી નચાવવા માંગતા હતા લોકો, 2ની ધરપકડ
નવી દિલ્હીઃ નાચ-ગાન નામ સાંભળતાં જ આપણા દિમાગમાં ધૂન વાગવા મંડે અને માણસ સંગીત પ્રેમી માણસ ધૂનના તાલે નાચવા પણ લાગે. પરંતુ આસામના કામરૂપ જિલ્લામાં એક શર્મનાક ઘટના બની. એક કાર્યક્રમ દરમિયાન મહિલા ડાંસર્સને કપડાં ઉતારી નાચવા માટે મજબૂર કરવામાં આવી રહી હતી. મામલામાં એફઆઈઆર બાદ 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઈદની ખુશીમાં 7 જૂને અહીં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેટલીક મહિલા ડાંસર્સ ડાંસ કરી રહી હતી. જ્યાં 500થી પણ વધુની ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડમાંથી કેટલાક લોકોએ મહિલાઓને નગ્ન થઈ નાચવાનું કહેવા લાગ્યા. એવું ન કરવા પર તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી. પકડાયેલ આરોપીઓનાં નામ શાહરુખ ખાન અને સુબહાન ખાન જણાવવામાં આવી રહ્યાં છે.

ડાંસ કરતી મહિલાઓને કહ્યું- કપડાં ઉતારો
કાર્યક્રમમાં મહિલાઓ સ્ટેજ પર ડાંસ કરી રહી હતી ત્યારે જ દર્શકોમાથી કેટલાક લોકોએ તેમને કપડાં ઉતારી નાચવા કહ્યું. મહિલાઓ આ માગણીથી સ્તબ્ધ થઈ ગઈ. જ્યારે તેમણે આવું કરવાની ના પાડી દીધી તો તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી. ત્યાં હાજર કેટલાક લોકોએ આ બબાલથી કેમક કરીને બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો.

ડાંસર્સ ભાગી તો થયો પથ્થરમારો
તમામ મહિલા ડાંસર્સ હાલાતને ધ્યાનમાં રાખી કોઈક રીતે ત્યાંથી ભાગી નીકળી તો તેમની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. આરોપ છે કે કાર્યક્રમના આયોજકોએ એમ કહીને મોંઘી કિંમતે ટિકિટ વહેંચી હતી કે આ ડાંસ ટ્રૂપ કૂચબેહરથી આવી રહ્યું છે અને તેઓ સ્ટ્રિપ ડાંસ કરશે. જણાવી દઈએ કે સ્ટ્રિપ ડાંસમાં ડાંસર્સ ધીરે ધીરે પોતાના કપડાં ઉતારી દે છે. પોલીસ મામલાની જાણકારી એકઠી કરી રહી છે.. સાથે જ અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પહેલા પણ ડાંસર્સ સાથે આવો દુર્વ્યવહાર થતો
આ કોઈ પહેલો મામલો નથી જ્યારે કોઈ કાર્યક્રમમાં ડાંસર્સ સાથે દુર્વ્યવહાર થયો હોય. કેટલીયવાર આવા પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક લગ્નમાં તો ક્યારેક કોઈ અન્ય કાર્યક્રમમાં. થોડા સમય પહેલા જ એક ડાંસરને સ્ટેજ પર ગોળી મારી દીધી હોવાના અહેવાલ આવ્યા હતા.












Click it and Unblock the Notifications
