For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજસ્થાનની મહિલાઓને ડિસેમ્બર મહિનામાં મફત સ્માર્ટ ફોન મળશે!

હાલ દેશમાં ફ્રી રેવડીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે ત્યારે હવે રાજસ્થાન સરકારે મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જયપુર : હાલ દેશમાં ફ્રી રેવડીને લઈને રાજનીતિ તેજ થઈ ગઈ છે ત્યારે હવે રાજસ્થાન સરકારે મહિલાઓને મફતમાં સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરી છે.

ashok gehlot

રાજસ્થાન સરકારની મહિલા અને બાળ કલ્યાણમંત્રી મમતા ભુપેશે મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, રાજસ્થાન સરકાર મહિલાઓને સ્માર્ટ ફોન આપશે. મહિલાઓને તકનીકી ક્ષેત્રે સશક્ત બનાવાશે. આને ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં વિવિધ સરકારી યોજનાઓની માહિતી હશે. આનાથી મહિલાઓને આગળ વધવામાં મદદ મળશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અશોક ગહેલોતે 1.33 કરોડ મહિલાઓને મફતમાં સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે. યોજના અનુસાર, સાડચિરંજીવી પરિવારની મુખ્ય મહિલાને સ્માર્ટફોન આપવામાં આવશે. 9 હજાર 500 રૂપિયાના આ સ્માર્ટફોનમાં 3 વર્ષ સુધી મફત ઈન્ટરનેટ પણ મળશે. સરકાર ડિસેમ્બરથી આ યોજનાનો અમલ કરવા જઈ રહી છે.

રાજસ્થાન સરકાર દ્વારા મહિલાઓને આપવામાં આવનાર સ્માર્ટ ફોનનો 3 વર્ષ સુધી ફ્રીમાં ઉપયોગ કરી શકશે. ત્યારપછી મોબાઈલ ચાર્જેબલ થઈ જશે. તેમા ઇન્ટરનેટ ડેટા અને કૉલ માટે રિચાર્જ કરવું પડશે. આ સ્કીમ હેઠળ આપવામાં આવેલા મોબાઈલમાં 3 વર્ષ માટે ફ્રી ઈન્ટરનેટ ડેટા કોલિંગ અને મેસેજિંગની સુવિધા આપવામાં આવશે. રાજસ્થાનની દરેક ગ્રામ પંચાયતમાં કેમ્પ લગાવીને આ ફોનનું વિતરણ કરવામાં આવશે.

English summary
Women of Rajasthan will get free smart phones in the month of December!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X