#WomenHaveLegs: મહિલાઓ કેમ શૉર્ટ્સમાં ફોટા શેર કરી રહી છે?
સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસોથી #WomenHaveLegs ઘણુ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. જાણો કારણ.
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા દિવસોથી #WomenHaveLegs ઘણુ ટ્રેન્ડ થઈ રહ્યુ છે. મહિલાઓ નાના કપડા પહેરીને પોતાના ફોટા શેર કરી રહી છે અને આ હેશટેગનો ઉપયોગ કરી રહી છે. આવા ફોટા માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જ નહિ પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવી રહ્યા છે. લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે છેવટે અચાનકથી મહિલાઓ શૉર્ટ્સ પહેરીને કેમ ફોટા શેર કરી રહી છે. આની પાછળનુ કારણ એક અભિનેત્રી સાથે બનેલી ઘટના છે. જેને સમર્થન આપવા માટે #WomenHaveLegs સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવામાં આવી રહ્યુ છે.

શું થયુ અભિનેત્રી સાથે?
વાસ્તવમાં એક 18 વર્ષની મલયાલમ અભિનેત્રી અનસ્વરા રાજનને હાલમાં જ નાના કપજાં પહેરવાના કારણે ખૂબ જ ટ્રોલ કરવામાં આવી છે. આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના અમુક ફોટા શેર કર્યા હતા. પરંતુ કમેન્ટ સેક્શનમાં લોકોએ ભદ્દી કમેન્ટ કરી. ઘણા લોકોએ તો અભિનેત્રીને ત્યાં સુધી કહી દીધુ કે, 'આ રીતના કપડા પહેરવાનુ બંધ કરી દે. આનાથી અમે તારા ફોટાના લાઈક નહિ કરીએ.' જો કે અનસ્વરાએ આ કપડામાં ફરીથી ફોટા પોસ્ટ કરી દીધા. આ વખતે તેણે કેપ્શનમાં લખ્યુ, 'હું જે કરી રહી છુ, તેના માટે ચિંતા ના કરો. એ વાતની ચિંતા કો કે તમે કેમ ચિંતિત છો કે હું શું કરી રહી છુ...'
|
અનસ્વરાના સપોર્ટમાં આવી અન્ય અભિનેત્રી
અનસ્વરાને સમર્થન આપવા માટે ઈન્ડસ્ટ્રીની અન્ય અભિનેત્રીઓએ પણ નાના કપડામાં પોતાના ફોટા પોસ્ટ કરવાનુ શરૂ કરી દીધુ. ત્યારબાદ જાણે કે સોશિયલ મીડિયા પર એક આંદોલન છેડાઈ ગયુ છે કે મહિલાઓને પોતાની પસંદના કપડા પહેરવાનો અધિકાર છે અને જો પુરુષોને આનાથી વાંધો હોય તો તેમણે બદલાવાની જરૂર છે. મહિલાઓએ બિનજરૂરી મોરલ પુલિસિંગના વિરુદ્ધમાં #WomenHaveLegsને ટ્રેન્ડ કર્યુ અને એકબીજાના સમર્થનમાં આવી.

લોકોએ શું કહ્યુ?
એક ટ્વિટર યુઝરે ફોટો શેર કરીને લખ્યુ, 'મારા પગ, મારા હાથ, મારુ મોઢુ, મારો અધિકારઃ અને હું જે કરવા ઈચ્છીશ તે કરીશ અને જે પોસ્ટ કવા ઈચ્છીશ તે કરીશ.' એક અન્ય યુઝરે કહ્યુ, 'વિશ્વાસ નથી થઈ રહ્યો કે અમારે હજુ પણ એ કહેવુ પડી રહ્યુ છે કે મહિલાઓના પણ પગ છે.' એક યુઝરે કહ્યુ, 'હવે સમય આવી ગયો છે જ્યારે એ સમજી જાવ કે મહિલાઓના પણ પગ છે અને તેને ફ્લૉન્ટ કરી શકે છે.' વળી, અન્ય યુઝરે લખ્યુ, 'આ કંઈ નહિ પરંતુ શરમની વાત છે કે મહિલાઓ જે પહેરવા ઈચ્છે છે તેના માટે પણ તેેને આંદોલન કરવુ પડી રહ્યુ છે.'












Click it and Unblock the Notifications
