For Quick Alerts
For Daily Alerts

કાર્યાલયો માટે આરોગ્ય મંત્રાલયની નવી ગાઈડલાઈન, 1-2 કેસ માટે ઑફિસ બંધ કરવાની જરૂર નહિ
ઑફિસો અને વર્કપ્લેસ માટે કેન્દ્ર સરકાર તરફથી લેટેસ્ટ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.
દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો એક લાખને પાર થઈ ગયો છે. આ દરમિયાન કાલથી દેશમાં લૉકડાઉનનો ચોથો તબક્કો પણ શરૂ થઈ ગયો જે 31 મે સુધી ચાલશે. જે હેઠળ સરકારે લોકોને ઘણા પ્રકારની છૂટ આપી છે. આ દરમિયાન ઑફિસો અને વર્કપ્લેસ માટે કેન્દ્ર સરકાર તરફથી લેટેસ્ટ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. આ સાથે સાથે કેન્દ્ર સરકારે રાજ્યોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન ખુદ નિર્ધારિત કરવાની પણ છૂટ આપી દીધી છે.

આરોગ્ય મંત્રાલય તરફથી મંગળવારે જારી કરાઈ ગાઈડલાઈન
- કોઈ પણ કાર્યાલયમાં કોવિડ-19ના એક કે બે કેસ સામે આવવા પર આખી બિલ્ડિંગને બંધ કરવાની જરૂર નથી.
- દર્દી 48 કલાકમાં જ્યાં જ્યાં ગયો હશે, એ જગ્યાઓને ડિસઈન્ફેન્ફેક્ટ કરવામાં આવશે.
- દિશાનિર્દેશો હેઠળ કાર્યાલયને સંક્રમણમુક્ત કરી લીધા બાદ કામને ફરીથી ચાલુ કરવામાં આવી શકે છે.
- મોટા સ્તરે કેસ સામે આવવા પર આખી બિલ્ડિંગને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવશે.
- ઈમારતને સંક્રમણ મુક્ત બનાવવા અને ફરીથી તેમાં કામ ચાલુ કરવા માટે યોગ્ય ઘોષિત કરાવા સુધી કર્મચારી ઘરેથી કામ કરશે.

ઑફિસમાં આ વાતોનુ ધ્યાન રાખવુ પડશે
- કાર્યાલયોમાં કામ કરનારા લોકો વચ્ચે ઓછામાં ઓછુ એક મીટરનુ અંતર રાખવુ જરૂરી હશે.
- વર્કિંગ અવર દરમિયાન કર્મચારીઓએ ફેસ કવર કે માસ્ક લગાવવુ અનિવાર્ય હશે.
- થોડા થોડા સમયે કર્મચારીઓને સાબુથી હાથ ધોવા માટે પ્રેરિત કરવાના રહેશે.
- ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી આલ્કોહોલ બેઝ્ડ સેનિટાઈઝર્સનો ઉપયોગ કરવાનો રહેશે.
- ખાંસતી-છીંકતી વખતે એટીકેટ્સનુ ધ્યાન રાખવાનુ રહેશે.
- બધાએ પોતાની તબિયતનુ ધ્યાન જાતે રાખવાનુ રહેશે, તબિયતમાં જરા પણ ગરબડ લાગે તો તરત જ સંસ્થાને સૂચિત કરવુ પડશે.
- ઑફિસ જતી વખતે સાવચેતી રાખવી, સાર્વજનિક જગ્યાએ વસ્તુઓને સ્પર્શવાથી બચો.

મદદ માટે 1075 હેલ્પલાઈન પર કરો સંપર્ક
- જો સ્ટાફના કોઈ પણ વ્યક્તિને ફ્લૂ જેવા લક્ષણ હોય તો તેને ઑફિસમાં ન બોલાવવા અને સ્થાનિક પ્રશાસનની સલાહ લેવી.
- જો કોઈ સ્ટાફ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય અને હોમ ક્વૉરંટાઈનમાં રહેવા ઈચ્છતા હોય તો સંસ્થાએ તેને એ મંજૂરી આપવી પડશે.
- જો એક જ ઑફિસમાં કામ કરતા કોઈ વ્યક્તિમાં કોરોના જેવા લક્ષણ દેખાય તો તેે વર્ક પ્લેસ પર કોઈ એક રૂમમાં બીજાથી આઈસોલેટ કરી દો અને તરત જ ડૉક્ટરને તપાસ માટે બોલાવો.
- તરત જ આની સૂચના 1075 હેલ્પલાઈન પર આપો.
અમ્ફાન સાયક્લોનઃ પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સ્થાનિક ભાષામાં મેસેજ એલર્ટ
Comments
English summary
workplace guidelines No need to shut entire office if 1 or 2 coronavirus cases found Health Ministry
Story first published: Tuesday, May 19, 2020, 18:45 [IST]