For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

world diabetes day : બાળકોમાં શા માટે વહેલાદેખાય છે ડાયાબિટીસના લક્ષણો? સંશોધનમાં સામે આવ્યા આ કારણો

બાળકોમાં ડાયાબિટીસ (મધુ પ્રમેહ)નું જોખમ વધી રહ્યું છે, હવે 40 વર્ષની ઉંમર બાદ થતો આ રોગ હવે યુવાનોમાં પણ સામાન્ય બની ગયો છે. ઘણી નાની ઉંમરમાં બાળકો પર ડાયાબિટીસનો ખતરો મંડરાઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

world diabetes day : બાળકોમાં ડાયાબિટીસ (મધુ પ્રમેહ)નું જોખમ વધી રહ્યું છે, હવે 40 વર્ષની ઉંમર બાદ થતો આ રોગ હવે યુવાનોમાં પણ સામાન્ય બની ગયો છે. ઘણી નાની ઉંમરમાં બાળકો પર ડાયાબિટીસનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવે તેમને ડાયાબિટીસના લક્ષણો દેખાઈ રહ્યા છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. લગભગ 3 દાયકાથી પૂણેના 700 પરિવારો પર કરવામાં આવેલા ટેસ્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

બાળકોમાં શા માટે ડાયાબિટીસના લક્ષણો વહેલા દેખાય છે?

બાળકોમાં શા માટે ડાયાબિટીસના લક્ષણો વહેલા દેખાય છે?

સંશોધકોએ આ અભ્યાસ પરથી સમજવાનો પ્રયાસ કર્યો કે, ભારતીયોમાં ડાયાબિટીસ આટલો સામાન્ય કેમ છે? આ સિવાય ઘણા લોકોને બાળપણથી જ ડાયાબિટીસનાલક્ષણો દેખાવા લાગ્યા હતા.

રિપોર્ટના લેખકોએ નાની ઉંમરે ડાયાબિટીસને રોકવા માટેની વ્યૂહરચના તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણડાયાબિટીસ માટે સ્ક્રીનિંગની ઉંમર 30થી ઘટાડીને 25 વર્ષ કરવાની ભલામણ કરવામાં આવી છે.

35 વર્ષ સુધી ચાલ્યો અભ્યાસ

35 વર્ષ સુધી ચાલ્યો અભ્યાસ

પૂણે સ્થિત KEM હોસ્પિટલના વૈજ્ઞાનિકો ભારતીયોમાં ડાયાબિટીસ કેમ આટલો સામાન્ય છે, તે સમજવા માટે 35 વર્ષથી વધુ સમયથી સંશોધન કરી રહ્યા છે.

1993માંતેમણે પૂણે નજીકના છ ગામોમાં પૂણે માતૃ પોષણ અભ્યાસ (PMNS) શરૂ કર્યો હતો, અને ત્યારથી તેણે 700 થી વધુ પરિવારોનો અભ્યાસ કર્યો હતો.

તેઓએગર્ભવતી બનતા પહેલા અને સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ અને બાળપણ, તરુણાવસ્થામાં અને હવે પુખ્ત વયના તેમના બાળકોને ટ્રેક કર્યા છે.

ગર્ભાશયમાંથી જ શરૂ થાય છે સમસ્યા

ગર્ભાશયમાંથી જ શરૂ થાય છે સમસ્યા

સંશોધકોએ છેલ્લા ત્રણ દાયકામાં 6, 12 અને 18 વર્ષની વયે ગ્લુકોઝ અને ઇન્સ્યુલિન સાંદ્રતા અને અન્ય મહત્વપૂર્ણ ડેટા માપ્યા હતા. 18 વર્ષની ઉંમરે 37 ટકા પુરૂષોઅને 18 ટકા સ્ત્રીઓમાં એલિવેટેડ ગ્લુકોઝ લેવલ (પ્રીડાયાબિટીસ) હોવાનું જણાયું હતું.

રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ગર્ભાશયમાં સબ-ઓપ્ટિમલ સ્થિતિ ધરાવતાંબાળકોમાં પ્રારંભિક બાળપણના ડાયાબિટીસ માટે જોખમી પરિબળો વધુ હોય છે. 6 અને 12 વર્ષની ઉંમરે, લોહીમાં સુગર લેવલ વધુ હોવાનું જણાયું હતું.

ડાયાબિટીસ થવાના કારણો

ડાયાબિટીસ થવાના કારણો

સંશોધકો એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે, સ્વાદુપિંડ યોગ્ય રીતે કામ ન કરવાને કારણે આવું થયું હતું. ઘણા લોકોમાં તે તેની વધતી ઉંમરની જરૂરિયાતોનો સામનો કરીશક્યો નહીં.

જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીમાં ગ્લુકોઝમાં ન્યૂનતમ વધારો થાય છે, ત્યારે તે બાળકના સ્વાદુપિંડ પર પણ ભાર મૂકે છે. આ ક્યારેક ગર્ભના જીવનદરમિયાન સ્વાદુપિંડના નબળા વિકાસ તરફ દોરી જાય છે.

આ સિવાય બાળકોમાં ડાયાબિટીસ થવાનું સૌથી મોટું કારણ ફાસ્ટ ફૂડ પર વધતી જતી અવલંબન અનેશારીરિક કસરતથી વધતું અંતર છે.

English summary
world diabetes day : Why do the signs of diabetes appear early in children? Revealed in 35 years of research.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X