જયા બચ્ચનના હુમલા પર કંગનાનો જવાબ - એક દિવસ અભિષેક લટકતા મળતા તો...
કંગનાએ પણ જયા બચ્ચનની હુમલાનો જવાબ ટ્વિટ કરીને આપ્યો છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત છેલ્લા ઘણા સમયથી પોતાના ટ્વિટસ અને ઈન્ટરવ્યુ માટે સમાચારોમાં છવાયેલી છે. તેણે માત્ર મુંબઈ પોલિસ અને મહારાષ્ટ્ર સરકાર પર જ નહિ પરંતુ બૉલિવુડમાં ફેલાયેલ નેપોટિઝમ, ગેંગિઝમ અને ડ્રગ્ઝ વિશે પણ ઘણા મોટા ખુલાસા કર્યા જેનો ઘણી બૉલિવુડ સેલિબ્રિટીએ વિરોધ કર્યો. હવે સંસદના મોનસુન સત્રના બીજા દિવસે દિગ્ગજ અભિનેત્રી અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કંગના પર જોરદાર નિશાન સાધ્યુ છે. વળી, કંગનાએ પણ જયા બચ્ચનની આ વાતનો જવાબ ટ્વિટ કરીને આપ્યો છે.

કંગનાએ શું કહ્યુ?
કંગના રનોતે પોતાના ટ્વિટમાં જયા બચ્ચનના સંસદના વીડિયોને રિટ્વિટ કરીને લખ્યુ છે, 'જયાજી શું તમે આ વાત ત્યારે પણ કહેતા જ્યારે મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવતી, ડ્રગ્ઝ આપવામાં આવતી અને મૉલેસ્ટ કરવામાં આવતી. શું તમે ત્યારે પણ આ જ વાત કહેતા જો અભિષેક સતત હેરાન કરવા અને ઉત્પીડનની ફરિયાદ કરતા અને એક દિવસ ફાંસી પર લટકેલા મળતા? અમારા માટે પણ થોડી દયા બતાવો.'

જયા બચ્ચને શું કહ્યુ હતુ?
સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને કહ્યુ હતુ, જે લોકોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ નામ બનાવ્યુ છે તેમણે તેને ગટર કહી, હું સંપૂર્ણપણે આનાથી અસંમત છુ. હું આશા રાખુ છુ કે સરકાર આ લોકોને જણાવે જેમણે આનાથી પોતાનુ નામ અને પ્રસિદ્ધિ કમાઈ, આવી ભાષાનો ઉપયોગ કરવાનુ બંધ કરે. જયા બચ્ચને કહ્યુ, કાલે મને ખૂબ જ શરમ અનુભવાઈ જ્યારે આપણા એક સાંસદે લોકસભામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિરુદ્ધ કહ્યુ, જે ખુદ ઈન્ડસ્ટ્રીમાંથી છે. આ શરમની વાત છે, જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે. ખોટી વાત છે, ઈન્ડસ્ટ્રીને સરકારનુ સમર્થન જોઈએ.

જયાજી પાસે આ આશા નહોતીઃ રવિ કિશન
જ્યા બચ્ચનના આમ કહ્યા બાદ રવિ કિશને કહ્યુ, 'મને જયાજી પાસે આ આશા નહોતી. મને લાગતુ હતુ કે મારા કાલના વક્તવ્ય પર જયાજી આજે સમર્થન આપશે અથવા તો તેમણે મારી વાત સાંભળી નહોતી. તેમના પાર્ટી અલગ છે, તેમની વિચારધારા અલગ છે. મારી પાર્ટી ભાજપ છે, અમારી વિચારધારા છે ગંદકીને દેશમાંથી સાફ કરવી. જેટલી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમની(જયા બચ્ચની) છે તેટલો હક આ ઈન્ડસ્ટ્રી પર મારો પણ છે, હું ઈન્ડસ્ટ્રીને ખોખલી નહિ થવા દઉ ભલે મારો જીવ જતો રહે.'












Click it and Unblock the Notifications
