For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાહ! એકલી છોકરી માટે 535 કિમી ટ્રેન ચાલી, જીદ કરી તો અધિકારી પણ માની ગયા

વાહ! એકલી છોકરી માટે 535 કિમી ટ્રેન ચાલી, જીદ કરી તો અધિકારી પણ માની ગયા

|
Google Oneindia Gujarati News

રાંચીઃ ઝારખંડની રાજધાની રાંચીમાં બનેલી એક ઘટના વિશે જાણી તમે પણ કહેશો વાહ! જ્યાં એક સવારી માટે ટ્રેન 535 કિમી ચાલી. વાત એમ હતી કે ટાના ભગતોંના આંદોલનથી ડાલટનગંજ રેલવે સ્ટેશને ફસાયેલી રાજધાની એક્સપ્રેસમાં સવાર અનન્યાએ જીદ પકડી લીધી હતી કે તે જશે તો રાજધાની એક્સપ્રેસથી જ જશે. જેને લઈ રેલવે અધિકારીઓ પણ પરેશાન થઈ ગયા હતા. આખરે અનન્યાની જીદ આગળ અધિકારીઓએ નમતું મૂકવું પડ્યું. જે બાદ રાજધાની એક્સપ્રેસ સાંજે ચાર વાગ્યે ડાલટનગંજથી રાંચી જવા માટે રવાના કરવી પડી.

એકલી છોકરી માટે ટ્રેન ચલાવવી પડી

એકલી છોકરી માટે ટ્રેન ચલાવવી પડી

રાતે બે વાગ્યે ટ્રેન રાંચી રેલવે સ્ટેશને પહોંચી. ટ્રેનમાં અનન્યા એકમાત્ર પેસેન્જર હતી. સંભવતઃ રેલવેના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું કે જ્યારે એક સવારીને ચોડવા માટે રાજધાની એક્સપ્રેસે 535ની સફર ખેડી. ડાલટનગંજ રેલવે સ્ટેશનના મેનેજર અનિલ કુમાર તિવારીએ જણાવ્યું કે તેઓ મુગલસરાયથી રાંચી માટે નવી દિલ્હી રાંચી સ્પેશિયલ રાજધાની એક્સપ્રેસમાં સવાર હતી.

અનન્યા બીએચયૂથી એલએલબી કરે છે

અનન્યા બીએચયૂથી એલએલબી કરે છે

અનન્યા ટ્રેનના બી-3 કોચમાં સવાર હતી. અનન્યા રાંચીના એચઈસી કોલોનીની રહેવાસી છે. તે બીએચયૂમાં એલએલબીનો અભ્યાસ કરે ચે. લાતેહાર જિલ્લા સ્થિત ટોરીમાં ટાના ભગતોંના રેલવે ટ્રેક પર ચાલી રહેલા આંદોલનને કારણે ડાલટનગંજમાં ટ્રેન રોકી દેવામાં આવી. રેલવેના અધિકારીઓએ પહેલાં વિચાર્યું કે આંદોલન ખતમ થઈ જશે તો ટ્રેન રાંચી પહોંચાડી દેવાશે.

અનન્યાએ ટ્રેનથી જવાની જીદ પકડી લીધી

અનન્યાએ ટ્રેનથી જવાની જીદ પકડી લીધી

પરંતુ આંદોલન ખતમ ના થતાં રેલવે બોર્ડના ચેરમેનને આ અંગે જાણકારી આપવામાં આવી. પછી યાત્રીઓને બસ મારફતે રાંચી મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો. તમામ યાત્રી બસથી ચાલ્યા ગયા પરંતુ અનન્યાએ જીદ પકડી લીધી. રેલવે અધિકારીઓએ અનન્યા સમક્ષ કારતી રાંચી મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો પરંતુ છતાં તે તૈયાર ના થઈ અને તેણે રાજધાની એક્સપ્રેસથી જ રાંચી જવાની જીદ પકડી લીધી.

સુરક્ષામાં તહેનાત રહી કેટલીય મહિલા સિપાહી

સુરક્ષામાં તહેનાત રહી કેટલીય મહિલા સિપાહી

રેલવે બોર્ડના ચેરમેનને તમામ વાતથી અવગત કરવામાં આવ્યા. વિચાર વિમર્શ બાદ તેમણે ડીઆરએમને નિર્દેશ આપ્યો કે અનન્યાને રાજધાની એક્સપ્રેસથી રાંચી મોકલવામાં આવે. સુરક્ષાનો પણ પુખ્તા ઈંતેજામ થાય. ટ્રેનને ડાલટનગંજથી સીધી રાંચી લાવવાની હતી. ડાલનગંજથી રાંચીની દૂરી 308 કિમી છે. પરંતુ ટ્રેનને ગયાથી ગોમો અને બોકારોથી થી રાંચી રવાના કરવી પડી. આવી રીતે ટ્રેને 535 કિમીનો સફર ખેડ્યો. અનન્યાની સુરક્ષા માટે આરપીએફની કેટલીય મહિલા કર્મચારીઓને તહેનાત કરવામાં આવી હતી.

Good News: ગુજરાતમાં આજે 1218 દર્દી સાજા થયા, રિકવરી રેટ 81.02%Good News: ગુજરાતમાં આજે 1218 દર્દી સાજા થયા, રિકવરી રેટ 81.02%

English summary
Wow! rajdhani express ran 535 km specially for a girl
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X