For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Wrestling Federation of india : જાતીય સતામણીના આરોપો વચ્ચે બ્રિજ ભૂષણ સિંહ 12 કલાકે યોજશે પ્રેસ કોન્ફરન્સ

Wrestling Federation of india : કુસ્તીબાજોએ જે રીતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે, તેના પર ભાજપ સાંસદ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કરશે.

|
Google Oneindia Gujarati News

Wrestling Federation of india : ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ દ્વારા રેસલરો પર જાતીય સતામણીના આરોપ લગાવવામાં આવ્યા છે. આ અંતર્ગત બપોર 12 કલાકે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. આ પ્રેસ કોન્ફરન્સ ગોંડા જિલ્લામાંથી કરશે. બ્રિજ ભૂષણ સિંહ પોતે આ બાબતની જાણકારી આપી હતી.

Brij Bhushan Singh

બ્રિજ ભૂષણ સિંહે જણાવ્યું હતું કે, આ પત્રકાર પરિષદ આજે બપોરે 12 કલાકે કુસ્તી તાલીમ કેન્દ્ર નંદની નગર નવાબગંજ જિલ્લા ગોંડા ખાતે યોજાશે. આ પત્રકાર પરિષદની થીમ કુસ્તી અને કુસ્તી સામેના ષડયંત્રનો પર્દાફાશ કરવા અને મહિલા કુસ્તીબાજોની ગરિમા સાથે રમવાની છે.

ઉલ્લેખનીય છે કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો ગુરુવારના રોજ રમત મંત્રી અનુરાગ ઠાકુરને તેમના ઘરે મળ્યા હતા. આ બેઠક કેટલાક કલાકો સુધી ચાલી હતી. આ બેઠક ખૂબ જ સકારાત્મક રહી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક આજે પણ ચાલુ રહેશે. સૂત્રોનું માનીએ તો, બ્રિજ ભૂષણ શરણ સિંહને 24 કલાકની અંદર તેમના પદ પરથી રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ બ્રિજ ભૂષણ સિંહે તેમ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

બ્રિજ ભૂષણ સિંહે જણાવ્યું હતું કે, હું ગુનેગારના લેબલ સાથે રાજીનામું નહીં આપું. હું કોઈપણ તપાસનો સામનો કરવા તૈયાર છું, હું સીબીઆઈ તપાસનો સામનો કરવા પણ તૈયાર છું. જો મારી પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો સાબિત થાય, તો હું ફાંસીની સજા ભોગવવા પણ તૈયાર છું.

English summary
Wrestling Federation of india : Brij Bhushan Singh will hold a press conference at 12 pm amid allegations of sexual harassment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X