Year Ender 2023 : 2023 નું વર્ષ આ મહિલાઓના નામે રહ્યું, તેમના કારનાએ દુનિયાને ચૌકાવી

બહાદુરી માટે સન્માન હોય કે બીજી કોઈ બાબત, 2023 માં ભારતીય સંરક્ષણ દળોમાં મહિલાઓએ ઇતિહાસ રચ્યો છે. આ વર્ષે પણ ઘણી મહિલાઓએ નવી કહાની લખી.

આ વર્ષે એક મોટા ફેરફારમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળો, નેવી અને એરફોર્સમાં મહિલા સૈનિકોને તેમના અધિકારીઓની જેમ રજા અને બાળ સંભાળ રજા લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

indian women

નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે 1 ડિસેમ્બરે જણાવ્યું કે, ભારતીય નૌકાદળમાં 1,000 થી વધુ મહિલા અગ્નિવીરોને સામેલ કરવામાં આવી છે.

કેપ્ટન પ્રેરણા દેવસ્થલી
કેપ્ટન પ્રેરણા દેવસ્થલી ભારતીય નૌકાદળના પશ્ચિમી ફ્લીટને કમાન્ડ કરવા માટે ભારતીય નૌકાદળની પ્રથમ મહિલા અધિકારી બનવાની તૈયારીમાં છે, તેને ડિસેમ્બરમાં તૈનાત કરવામાં આવી છે. તે હાલમાં યુદ્ધ જહાજ INS ચેન્નાઈના ફર્સ્ટ લેફ્ટનન્ટ છે.

શાલીજા ધામી
ગ્રુપ કેપ્ટન શલિજા ધામી ફ્રન્ટલાઈન કોમ્બેટ યુનિટને કમાન્ડ કરનારી પ્રથમ મહિલા એરફોર્સ ઓફિસર બની છે. ગ્રુપ કેપ્ટન શલિજા ધામીને પશ્ચિમી સેક્ટરમાં મિસાઈલ સ્ક્વોડ્રનનું નેતૃત્વ કરવા માટે પસંદ કરવામાં આવી. 2019 માં તે એરફોર્સમાં ફ્લાઇંગ યુનિટના ફ્લાઇટ કમાન્ડરના હોદ્દા પર પ્રમોટ થનારી પ્રથમ મહિલા અધિકારી બની હતી.

દીપિકા મિશ્રા
20 એપ્રિલે વિંગ કમાન્ડર દીપિકા મિશ્રા વીરતા પુરસ્કારથી સન્માનિત થનારી ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બની. તેમણે 20 એપ્રિલના રોજ એક સમારોહમાં ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરી પાસેથી વીરતા માટે વાયુ સેના મેડલ મેળવ્યો. તેણીએ 2021માં મધ્યપ્રદેશમાં આવેલા પૂર દરમિયાન 47 લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી.

શિવા ચૌહાણ
કેપ્ટન શિવા ચૌહાણ અન્ય કર્મચારીઓ સાથે સિયાચીન બેટલ સ્કૂલમાં તાલીમ લીધા બાદ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં તૈનાત થનારી પ્રથમ મહિલા અધિકારી બની. કેપ્ટન ચૌહાણને આ વર્ષે 2 જાન્યુઆરીએ સિયાચીન ગ્લેશિયરમાં મુશ્કેલ ચઢાણ બાદ સામેલ કરવામાં આવી.. કેપ્ટન શિવા ચૌહાણના નેતૃત્વમાં સેપર્સની ટીમ સંખ્યાબંધ લડાઇ ઇજનેરી કાર્યો માટે જવાબદાર હશે અને ત્રણ મહિનાના સમયગાળા માટે પોસ્ટ પર તૈનાત કરવામાં આવી છે.

સુરભી જાખમોલા
કેપ્ટન સુરભી જાખમોલા 117 એન્જિનિયર રેજિમેન્ટની ભારતીય આર્મી ઓફિસર છે અને ભૂટાનમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના પ્રોજેક્ટ દંતક ખાતે તૈનાત કરાઈ હતી. તે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનમાં વિદેશી અસાઇનમેન્ટ પર પોસ્ટ થનારી પ્રથમ મહિલા અધિકારી બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X