Year Ender 2024 : આ વર્ષે સુપ્રીમ કોર્ટ બંધારણની સૌથી મોટી રક્ષક તરીકે ઉભરી આવી, જાણો મોટા નિર્ણયો
Year Ender 2024 : વિતેલુ 2024 નું વર્ષ ખરા અર્થમાં ભારતના સંવિધાનને બચાવનારૂ સાબિત થયુ છે. આ વર્ષે લોકોએ બેફામ સરકારને સાફ સંદેશ આપ્યો તો કોર્ટે પણ સરકારની નીતિઓને ઉઘાડી પાડી દીધી છે.
2014 સત્તામાં આવ્યા બાદ લોકશાહી અને બંધારણની જોગવાઈઓને ઘોળીને પી ગયેલી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે આ વર્ષ આંખો ઉઘાડનારૂ સાબિત થયુ છે.

આ વર્ષે દેશમાં સૌથી વધુ ચર્ચામાં દેશની સુપ્રીમ કોર્ટ રહી. એક તરફ સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓને અસવૈધાનિક ગણાવીને રદ કરી તો બીજી તરફ લોકોના ઘર તોડી રહેલી યોગી સરકારને નાથવાનું પણ કામ કર્યુ.
વિતી રહેલા વર્ષ સાથે આજે આપણે કેટલાક એવા નિર્ણયોની વાત કરવા જઈ રહ્યાં છીએ, જે આ વર્ષે સતત ચર્ચામાં રહ્યા અને લોકશાહી માટે માઈલસ્ટોન સાબિત થયા.
ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ
નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા ભ્રષ્ટાચારના પુરાવા સમાન ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને સુપ્રીમ કોર્ટે અસંવૈધાનિક ગણાવીને રદ કરી દીધી. સુપ્રીમ કોર્ટે આ સ્કીમને રદ કરતા સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. કોર્ટે કહ્યું કે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય ભંડોળના સ્ત્રોતની સંપૂર્ણ જાહેરાત ન કરવાથી ભ્રષ્ટાચાર થયો.
ચૂંટણી કમિશનરોની નિમણૂક
સુપ્રીમ કોર્ટે લોકસભાની ચૂંટણી પહેલા બે નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવાના નિર્ણયને પડકારતી અરજીઓને ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે, ચૂંટણીઓ નજીક છે અને આવી અરજીઓ અરાજકતા અને અનિશ્ચિતતા પેદા કરશે. સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો અધિનિયમ, 2023 ની કામગીરી પર કોઈપણ વચગાળાનો સ્ટે આપવાનો પણ ઇનકાર કર્યો.
કલમ 370
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 370 નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને દૂર કરવાના કેન્દ્રના 5 ઓગસ્ટ 2019ના નિર્ણયને યથાવત રાખ્યો. ડિસેમ્બર 2023ના ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી.
અનુસૂચિત જાતિ પેટા વર્ગીકરણ
સુપ્રીમ કોર્ટની 7 સભ્યોની બેન્ચે આ વર્ષે જુલાઈમાં ચુકાદો આપ્યો કે વધુ પછાત વર્ગો માટે અલગ ક્વોટા સુનિશ્ચિત કરવા માટે અનુસૂચિત જાતિનું પેટા-વર્ગીકરણ વાજબી છે. આ નિર્ણયનો અર્થ એ છે કે રાજ્ય દલિતોમાં વધુ પછાત લોકોની ઓળખ કરી શકે છે અને તેમને આપવામાં આવતી અનામતમાં અલગ ક્વોટાની જોગવાઈ કરી શકે છે.
બુલડોઝર જસ્ટિસ પર બ્રેક
આ વર્ષે સુપ્રીમ કોર્ટે બેફામ બની ગયેલી યોગી આદિત્યનાથ સરકારને કડક શબ્દોમાં હદમાં રહેવાનો આદેશ આપી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપીઓ અને દોષિતો સામે બુલડોઝરની કાર્યવાહી ગેરકાયદે અને ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટે તોડફોડ માટે માર્ગદર્શિકા જારી કરી દીધી. આ અંતર્ગત 15 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે. જો માર્ગદર્શિકાનો ભંગ કરીને કાર્યવાહી કરવામાં આવશે તો સંબંધિત અધિકારીઓને નુકસાની ચૂકવવી પડી શકે છે.
બિલ્કીસ બાનોના ગુનેગારોને પાછા જેલમાં ધકેલ્યા
આ વર્ષે દેશે ક્યારેય ન જોઈ હોય તેવી શરમજનક ઘટના જોઈ. પ્રેગન્ટ બિલ્કીસ બાનુંના પરિવારના હત્યારા અને ગેંગરેપ કરનારા આરોપીઓને સમય પહેલા છોડી દેવાયા અને જાહેર મંચ પર સન્માન કરાયુ. આ ઘટનાએ દેશને વિચારતો કરી દીધો. બીજી તરફ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા તમામ નરાધમોને જેલ હવાલે કરી દીધા.
મનીષ સિસોદિયાને જામીન
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની ફેબ્રુઆરી 2023 માં દારૂ કૌભાંડના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેમને આ વર્ષે 9 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે જામીન પર મુક્ત કર્યા. કોર્ટે કહ્યું કે આ રીતે આરોપીને અનિશ્ચિત સમય માટે જેલમાં રાખી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લાંબા સમય સુધી જેલમાં રહેવું એ કલમ 21નું ઉલ્લંઘન છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
