For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદિયુરપ્પાના પુત્રએ કોંગ્રેસ ધારાસભ્યની પત્નીને કર્યો ફોન, ભાજપના પક્ષમાં મત આપવાની ઓફર

કોંગ્રેસે ભાજપ પર પોતાના ધારાસભ્યોને બંધક બનાવી રાખવાનો આરોપ લગાવ્યો છે. વળી, કોંગ્રેસ ધારાસભ્યને બીએસ યેદિયુરપ્પાના પક્ષમાં પતિનો મત અપાવવા માટે 15 કરોડની ઓફર આપી હતી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં બહુમત પરીક્ષણ પહેલા રાજકીય નાટક ચરમ સીમા પર છે. કોંગ્રેસના બે ધારાસભ્ય આનંદ સિંહ અને પ્રતાપ ગૌડા હજુ સુધી વિધાનસભા પહોંચ્યા નથી. જેના કારણે કોંગ્રેસે ભાજપ પર પોતાના ધારાસભ્યોને બંધક બનાવી રાખવાનો આરોપ લગાવ્યો છે. વળી, ભાજપના ધારાસભ્ય સોમશેખર રેડ્ડી પણ વિધાનસભામાંથી ગાયબ છે. આ દરમિયાન કોંગ્રેસી ધારાસભ્યએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો પણ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ ધારાસભ્યને બીએસ યેદિયુરપ્પાના પક્ષમાં પતિનો મત અપાવવા માટે 15 કરોડની ઓફર આપી હતી.

yugappa

કોંગ્રેસી નેતા વીએસ યુગપ્પાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજેન્દ્રએ મારી પત્નીને ફોન કરીને યેદિયુરપ્પાને મત આપવાનું કહ્યુ. તેમણે કહ્યુ કે અમે તમારા પતિને કેબિનેટ પદ અને 15 કરોડ રૂપિયા આપીશું. આ દરમિયાન કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો કે યેદિયુરપ્પાએ કોંગ્રેસી એમએલએ બીસી પાટિલને પોન કરીને ખરીદવાની કોશિશ કરી હતી. કોંગ્રેસે આ અંગે એક ઓડિયો ટેપ પણ જારી કરી છે. આ ટેપમાં યેદિયુરપ્પા બીસી પાટિલને બસ રોકવાનું કહેતા સંભળાય છે. આટલુ જ નહિ યેદિયુરપ્પાએ બીસી પાટિલને મંત્રીપદ પણ ઓફર કર્યુ છે.

આ દરમિયાન કોંગ્રેસ નેતા વિરપ્પા મોઈલીનું કહેવુ છે કે આજે ભાજપનો ચહેરો બધાની સામે છતો થઈ ગયો છે. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ કે, 'તે 104 ધારાસભ્યોની સાથે પોતાની સ્થિતિને સારી રીતે સમજે છે, આમછતાં અમારા ધારાસભ્યોને ખરીદવા માટે કંઈ પણ કરવા તૈયાર છે પરંતુ અમારા ધારાસભ્યો એકજૂટ છે.'

English summary
yeddyurappa s son vijayendra called the wife of congress mla vs ugrappa and offer ministry
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X