For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ-જેડીએસ પાસે બહુમત નથી, કુમારસ્વામી રાજીનામું આપેઃ યેદુરપ્પા

કોંગ્રેસ-જેડીએસ પાસે બહુમત નથી, કુમારસ્વામી રાજીનામું આપેઃ યેદુરપ્પા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચાલી રહેલ રાજનૈતિક ગતિરોધની વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદુરપપાએ એચડી કુમારસ્વામીને સીએમ પદ પરથી રાજીનામું આપવાની માંગણી કરી છે. યેદુરપ્પાએ કહ્યું કે આ સરકાર અલ્પમતમાં ચાલી ગઈ છે, એવામાં કુમારસ્વામીને પદ પર રહેવાનો નૈતિક આધાર નથી. તેમણે તુરંત પદ છોડી દેવું જોઈએ.

karnataka

યેદુરપ્પાએ કહ્યું કે આજે સાંજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે. બેઠકમાં અમે આ મામલે અંતિમ ફેસલો લેશું. તેમણે કુમારસ્વામીને તુરંત રાજીનામું આપવાની માંગ કરતા કાલે પ્રદેશમાં વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ભાજપ કાલે કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન કરશે.

અગાઉ સીએમ એચડી કુમારસ્વામીએ કહ્યું કે પ્રદેશમાં સરકારને કોઈ ખતરો નથી. જે ધારાસભ્ય ખફા છે, તેમની સાથે વાત કરવામાં આવી રહી છે અને જલદી જ બધો મામલો નિપટાવી લેવામાં આવશે. જણાવી દઈએ કે કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સરકારના 13 ધારાસભ્યોએ વિધાનસભા સ્પીકરને પોતાના પોતાના રાજીનામું સોંપી ચૂક્યા છે. સ્પીકર મંગળવારે આ મામલે ફેસલો લેશે. જ્યારે કોંગ્રેસ અને જેડીએસના તમામ મંત્રિઓએ પણ સોમવારે રાજીનામું આપી દીધું છે. કુમારસ્વામીએ કહ્યુ્ં કે નવી રીતે તેઓ રાજ્યમાં મંત્રિમંડળની રચના કરશે.

કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર છે. કોંગ્રેસના 79 ધારાસભ્યો છે, જેમાંથી 10 રાજીનામું આપી ચૂક્યા છે. જેડીએસના 37 ધારાસભ્યો છે. જેમાંથી ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્ય છે. બસપા પાસે એક ધારાસભ્ય છે અને એક ધારાસભ્ય અપક્ષના છે.

કર્ણાટક વિધાનસભામાં કુલ 224 સીટ છે. બહુમત માટે 113 સીટની જરૂરત છે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારતા અહીં ધારાસભ્યોની સ્પીકર સહિત સંખ્યા 210 રહી જશે. નિર્દળીય ધારાસભ્યનું સમર્થન વાપસી બાદ કોંગ્રેસ અને જેડીએસ પાસે સ્પીકર અને બસપા ધારાસભ્ય એમ મળીને 104 ધારાસભ્ય ગયા છે. જ્યારે સરકાર બનાવવા માટે 105 ધારાસભ્યોના સમર્થનની જરૂરત છે.

કર્ણાટક: કોંગ્રેસ પછી જેડીએસના બધા મંત્રીઓ રાજીનામુ આપશે કર્ણાટક: કોંગ્રેસ પછી જેડીએસના બધા મંત્રીઓ રાજીનામુ આપશે

English summary
yedurappa demanded resignation of karnataka cm kumarswami as congress-jds mla resigned
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X