યોગી આદિત્યનાથે ઓવૈસીની તુલના રૂપલલના સાથે કરી!
ભાજપના સાંસદ યોગી આદિત્યનાથે એક વાર ફરી એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. એમ તો તે આવી ટિપ્પણીના કારણે હંમેશા ચર્ચામાં રહે જ છે. ત્યારે યોગી આદિત્યનાથે એઆઇએમઆઇએમના પ્રમુખ અસદુદ્દિન ઓવૈસીની તુલના રૂપલલના સાથે કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
આદિત્યનાથ કહ્યું કે કેન્દ્રિય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય વિષે જે નિવેદન ઓવૈસી આપ્યું છે તે એવું નિવેદન છે જેવું રૂપલલના પતિવ્રતા મામલે આપે છે.

નોંધનીય છે કે કેટલાક દિવસ પહેલા જ મહેશ શર્માએ કહ્યું હતું કે કુરાન અને બાયબલ નહીં ગીતા અને રામાયણ હિંદુસ્તાનની આત્મા છે. જે પર ઓવૈસી પલટવાર કરતા કહ્યું હતું કે મહેશ શર્મા અનકલ્ચર મિનિસ્ટર છે. ઓવૈસી કહ્યું કે આ દેશ કોઇના પણ બાપનો નથી. અને કહ્યું હતું કે કુરાન હિંદુસ્તાનની આત્મ નથી પણ માનવતાની આત્મા છે.












Click it and Unblock the Notifications
