For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુંભ મેળા માટે યોગી સરકાર 25 કરોડની લક્ઝરી કારો ખરીદશે

પ્રયાગરાજમાં આવતા વર્ષે કુંભ મેળા માટે યોગી સરકાર પુરી તૈયારીમાં જોડાઈ ચુકી છે. પ્રયાગરાજમાં સંગમ તટ પર એક નવા શહેરને વસાવવાની તૈયારી તેઝ થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

પ્રયાગરાજમાં આવતા વર્ષે કુંભ મેળા માટે યોગી સરકાર પુરી તૈયારીમાં જોડાઈ ચુકી છે. પ્રયાગરાજમાં સંગમ તટ પર એક નવા શહેરને વસાવવાની તૈયારી તેઝ થઇ ચુકી છે. આ મેળામાં દેશ અને દુનિયાથી કરોડો લોકો આવશે, જેમના માટે દરેક પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. અહીં વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનો પણ આવશે. તેમના માટે યોગી સરકાર ખાસ વ્યવસ્થા કરી રહી છે. વીવીઆઈપી મહેમાનોને કુંભ મેળામાં લઇ જવા માટે પ્રદેશ સરકારે કરોડો રૂપિયાની લક્ઝરી કારો ખરીદવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને કેબિનેટમાં પાસ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ધર્મ કે રાજનીતિ: પીએમ મોદી વર્ષ 2019 કુંભ પર સીધી નજર રાખશે

જૂની ગાડીઓને બદલે નવી ગાડીઓ ખરીદવામાં આવશે

જૂની ગાડીઓને બદલે નવી ગાડીઓ ખરીદવામાં આવશે

યોગી સરકારે 10 કેબિનેટ પ્રસ્તાવ પાસ કર્યા, જેમાં કેટલાક જુના વાહનોને બદલે નવા વાહનો ખરીદવામાં આવશે. જયારે કેટલાક વાહનો કુંભ મેળાની સુરક્ષાને ધ્યાનમાં લઈને ખરીદવામાં આવશે. સરકારના પ્રવક્તા સિદ્ધાર્થ નાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે વાહન ચાલુ સ્થિતિ નથી, તેમને બદલે 17 વાહનો ખરીદવામાં આવશે. જેમાં 5 ઇનોવા-ક્રિસ્ટીયા, 5 સ્કોર્પિઓ અને 7 હોન્ડા સીટી કારો શામિલ છે. આ કારોની કુલ કિંમત લગભગ 2.46 કરોડ રૂપિયા છે.

ઘણા લક્ઝરી વાહનો ખરીદવામાં આવશે

ઘણા લક્ઝરી વાહનો ખરીદવામાં આવશે

સિદ્ધાર્થ નાથ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2019 દરમિયાન થવા જઈ રહેલા કુંભ મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા ગોરખપુર અને ગાઝિયાબાદમાં વીવીઆઈપી માટે 16 વાહનો ખરીદવામાં આવશે. જેમાં ચાર સ્કોર્પિઓ એએસ, બે ઝેમર મુકત વાહન, ટ્રેન બુલેટપ્રુફ સફારી, સાત ટાટા સફારી સ્ટોર્મ ખરીદવામાં આવશે. જેની કુલ કિંમત 6.3 કરોડ રૂપિયા છે. આ કુલ 16 વાહનોની વધારે ખરીદી કરવામાં આવશે, જેની કુલ કિંમત 16.52 કરોડ રૂપિયા છે.

25 કરોડના વાહનો

25 કરોડના વાહનો

આ બધા જ વાહનો જેને યોગી સરકાર ખરીદવા જઈ રહ્યા છે, તેની કુલ કિંમત 25 કરોડ રૂપિયા છે. હવે જો દરેક વાહનની એવરેજ કિંમત કાઢવામાં આવે તો તેની કિંમત 22.32 લાખ રૂપિયા છે. આપને જણાવી દઈએ કે આવનારા વર્ષમાં જાન્યુઆરી મહિનામાં પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે કુમ્ભ મેળામાં આવતા દરેક લોકોનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રેલવે ઘ્વારા પણ બહારથી આવતા લોકો માટે સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનું એલાન કરવામાં આવ્યું છે.

English summary
Yogi government to buy luxury cars of worth around 25 crore for Kumbh Mela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X