For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુરમાં માર્યા ગયેલા 4 ખેડૂતોના પરિવારને 45 લાખ રૂપિયા વળતર, સરકારી નોકરી આપશે યોગી સરકાર

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારને યોગી સરકારે 45 લાખ રૂપિયા વળતર અને એક સરકારી નોકરીની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા ચાર ખેડૂતોના પરિવારને યોગી સરકારે 45 લાખ રૂપિયા વળતર અને એક સરકારી નોકરીની જાહેરાત કરી છે. વળી, ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવશે. એડીજી(કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યુ કે કાલે લખીમપુર ખીરીમાં માર્યા ગયેલા 4 ખેડૂતોના પરિવારોને સરકાર 45 લાખ રૂપિયા અને એક સરકારી નોકરી આપશે. ઘાયલોને 10 લાખ રૂપિયા આપશે. તેમણે જણાવ્યુ કે ખેડૂતોની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવશે. હાઈકોર્ટના રિટાયર્ડ જજ કેસની તપાસ કરશે.

cm yogi

લખીમપુરમાં કલમ 144 લાગુ

પ્રશાંતકુમારે જણાવ્યુ ક સીઆપીસીની કલમ 144 લાગુ થવાના કારણે રાજકીય પક્ષને નેતાઓને લખીમપુર જિલ્લાનો પ્રવાસ કરવા દેવામાં આવ્યો નથી. જો કે ખેડૂત સંઘના સભ્યોને અહીં આવવાની અનુમતિ છે.

લખીમપુર કાંડની આખી કહાની

ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને 3 ઓક્ટોબર(રવિવારે) લખીમપુર ખીરીમાં આયોજિત કુશ્તી કાર્યક્રમમાં આવવાનુ હતુ. તેમના પહોંચતા પહેલા ખેડૂતો, કૃષિ કાયદાના વિરોધમાં કાળા વાવટા લઈને પ્રદર્શન કરી રહ્યા હતા. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા અને તેના સમર્થકોએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ગાડીઓ ચડાવી દીધા. ત્યારબાદ ગુસ્સે થયેલા ખેડૂતોએ બે ગાડીઓને આગ ચાંપી દીધી. આ સમગ્ર મામલે અત્યાર સુધી 9 લોકોના મોત થઈ ગયા છે. આમાં 4 ખેડ઼ૂતો, ભાજપ કાર્યકર્તા અને એક પત્રકાર પણ શામેલ છે. આ ઘટના બાદ જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યુ - આરોપ સંપૂર્ણપણે નિરાધાર

આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યુ કે ભાજપ કાર્યકર્તાઓ પર લાઠીઓ અને તલવારોથી હુમલો કરવામાં આવ્યો અને તેમની હત્યા કરી દેવામાં આવી. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે અમુક હુમલાખોરોએ અમારા કાર્યકર્તાઓને એમ કહેવા માટે કહ્યુ કે મે(અજય મિશ્રા) તેમને ખેડૂતોને કચડવા માટે કહ્યુ હતુ. મારા દીકરી પર લગાવવામાં આવેલા આરોપ સંપૂર્ણપણે નિરાધાર છે. જો તે ત્યાં હોત તો તેની હત્યા કરી દેવામાં આવતી. અજય મિશ્રા ટેનીએ કહ્યુ, 'હું માંગ કરુ છુ કે કાલે માર્યા ગયેલા દરેક ભાજપ કાર્યકર્તાના પરિવારોને 50 લાખ રૂપિયા આપવામાં આવે. કેસની તપાસ સીબીઆઈ, એસઆઈટી કે કોઈ વર્તમાન/સેવાનિવૃત્ત ન્યાયાધીશો પાસે કરાવીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.'

English summary
yogi Govt will give rs 45 lakhs and govt job to families of farmers who lost life in lakhimpur kheri
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X