મહારાષ્ટ્રમાંથી 40 યુવાનો મહિનાઓથી ગુમ, ઇન્ડિયન મુજાહિદીનના સભ્યો હોવાની શંકા

Represantative Image
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રમાં રહેતા અંદાજે 40 યુવાનો છેલ્લા ઘણા મહિનાઓથી ગુમ છે. તેઓ પાકિસ્તાનના આતંકવાદી જૂથ ઇન્ડિયન મુજાહિદીન (આઇએમ)ના સભ્યો હોવાની આશંકા છે. ગાયબ યુવાનો અંગે હજી સુધી કોઇ માહિતી મેળવી શકાઇ નથી. ભય ઉભો થયો છે કે યુવાનો પાકિસ્તાન ગયા છે અથવા આતંકવાદી હૂમલો કરવાની તક શોધ રહ્યા છે.

ઇન્ટેલિજન્સ એજન્સીની તપાસમાં બહાર આવ્યું છે કે યુવાનો તેમના ઘરેથી મહિનાઓથી ગુમ છે. તેઓ ગુમ થયા તે પહેલા આઇએમના કેટલાક કુખ્યાત સભ્યોના સંપર્કમાં હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને ગેરમાર્ગે દોરી ધર્માંધ બનાવી આઇએમમાં જોડાવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. ઇન્ટેલિજન્સ એજન્સીનું માનવું છે કે તેમાંથી કેટલાકને પાકિસ્તાન આતંકવાદની તાલીમ માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે કેટલાકને દેશમાં જ અન્ય સ્થળે છૂપાવી રાખવામાં આવ્યા છે.

અંદાજ છે કે મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારના યુવાનો પણ આઇએમમાં જોડાઇને ગુમ થઈ ગયા છે. આઇએમની વેગ પકડતી પ્રવૃત્તિઓને પગલે સત્તાવાળાઓને નવી દિલ્હીમાં બુધવારે ખાસ ચર્ચા યોજવા ફરજ પાડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X