દિલ્હી એરપોર્ટ પર બૉમની અફવાહ ફેલાવનાર આરોપીની ધરપકડ
દિલ્હી એરપોર્ટ પર બૉમ પ્લાંટ કરવાની અફવાહ ફૈલાવનાર 20 વર્ષીય યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી યુવકે ફઓન કરીને કહ્યુ કે, દિલ્હી ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યુ હતુ કે, આ એક અફવહ હતી. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી યુવકની ઓળખ જાકીરના રુપમાં કરવામાં આવી છે. તેણે સોમવારે બૉમની અફવાહ ફેલાવી હતી. દિલ્હી પોલીસ કંટ્રોલ રૂમાં એક ફોન કોલ પ્રાપ્ત થઇ હતી. જેમા યુવકે દિલ્હી એરેપોર્ટ પર બૉમ હોવાની જાણકારી આપી હતી. ત્યાર બાદ અમે તુરંત તે નંબર પર પરત ફોન કર્યો હતો. ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો.
ફોન કોલ બાદ તુરંતુ દિલ્હી પોલીસે એરપોર્ટ પર સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતુ. પરંતુ કઇ પણ સંદિગ્ધ વસ્તુ મળી આવી નહોતી. પોલીસે જણવ્યુ હતુ કે, તપાસ દરમિયાન જાણાવા મળ્યુ કે, કોલ પર એરપોર્ટ પર બોમ હોવાની ખોટી માહિતી આપી હતી.
ફોન કરનાર યુવકની કોલર આઇડીને ટ્રેસ કરવામાં આવી અને જાણવા મળ્યુ હતુ કે, ફોન 20 વર્ષના યુવક જાકીરનો છે. તે ઉત્તર પ્રદેશનો હાપુડનો રહેનાર છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે કેસ દાખલ કરી લેવામાં આવ્યો છે. અને તપાસ શરુ કરી દેવામા આવી છે.












Click it and Unblock the Notifications
