યુવરાજ સિંહ 2007નો હીરો, 2014નો ‘વિલન’

નવી દિલ્હી, 7 એપ્રિલઃ યુવરાજ સિંહ અંગે કહેવામાં આવે છે કે જ્યારે તેમનું બેટ લયમાં હોય છે તો તે વિશ્વના સૌથી ખતરનાક સીમિત ઓવર બેટ્સમેન હોય છે અને જ્યારે લયમાં ના હોય ત્યારે તે સૌથી વધારે દયનીય જોવા મળે છે. 2007માં જ્યારે યુવરાજના બેટે કહેર વરસાવ્યો તો તેમણે એક સુપર હીરોની જેમ મેદાનમાં બોલને ‘વિધ્વંસ' કર્યા હતા, પરંતુ 2014માં આ જ યુવરાજ બેબસ અને દીનહીન જોવા મળ્યો. યુવરાજનું ખરાબ ફોર્મ અને ફિટનેસ ટીમ માટે ઘાતક સાબીત થયું. તે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ ફિલ્ડિંગમાં પણ પોતાની છબી સાથે ન્યાય કરી શક્યો નહીં.

યુવીએ અનેક મહત્વપૂર્ણ કેચો છોડ્યા. આમ જોઇએ તો 2007નો હીરો યુવરાજ 2014નો ‘વિલન' સાબિત થયો છે. 2007ના વિશ્વકપના આંકડાઓ પર નજર ફેરવીએ તો જાણવા મળશે કે તેણે છ મેચની પાંચ ઇનિંગમાં 194ના સ્ટ્રાઇક રેટથી બે અડધીસદી સહિત 148 રન બનાવ્યા હતા. યુવીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ 12 બોલમાં 50 રન પૂર્ણ કર્યા હતા અને એક ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. ટી20 ક્રિકેટમાં ઓવરેજ નહીં પરંતુ સ્ટ્રાઇક રેટ મહત્વ ધરાવે છે. એવું નથી કે 2007માં યુવરાજે સૌથી વધારે રન બનાવ્યા હતા, પરંતુ તેણે જેટલા રન બનાવ્યા હતા, તે શાનદાર સ્ટ્રાઇક રેટની દેણ હતા.

યુવરાજે 2007માં નવ ચોગ્ગા લગાવ્યા હતા અને સૌથી વધારે 12 છગ્ગા ફટકાર્યા હતા. 2007ના વિશ્વકપમાં 100થી વધારે રન બનાવનારા કોઇપણ બેટ્સમેનની સ્ટ્રાઇક રેટ 100થી ઓછી નહોતી અને 100થી વધારે રન બનાવનારા બેટ્સમેનોમાં યુવરાજની સ્ટ્રાઇક રેટ સૌથી વધારે હતી. આખી ટૂર્નામેન્ટમાં માત્ર શાહિદ આફ્રિદી(97 રન)એ યુવરાજ કરતા વધારે 197ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. આ આંકડાઓએ યુવરાજને હીરો અને ટી20ના ચેમ્પિયન ખેલાડીનો દરરજો આપી દીધો પરંતુ 2014ના આંકડાઓએ તેની આ છબીને પલટાવી નાંખી છે. આ વર્ષે યુવરાજે છ મેચોની પાંચ ઇનિંગમાં 98ની સ્ટ્રાઇક રેટથી 100 રન જ બનાવી શક્યો. ચાલો તસવીરો થકી આ અંગે વધું જાણીએ.

આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા

આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા

યુવરાજના બેટમાંથી આઠ ચોગ્ગા અને છ છગ્ગા નિકળ્યા હતા. તેના ખાતમાં એક અડધીસદી છે. ખાસ વાત એ છેકે આ વર્ષે 100થી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં યુવારજ એકમાત્ર બેટ્સમેન છે, જેની એવરેજ 100થી નીચે છે અને 75 અથવા તેનાથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં માત્ર ત્રણ બેટ્સમેન એવા છે, જેની સ્ટ્રાઇકરેટ 100થી ઓછી રહી.

ફાઇનલમાં 52.38ની સ્ટ્રાઇક રેટ

ફાઇનલમાં 52.38ની સ્ટ્રાઇક રેટ

યુવરાજ ઉપરાંત નેધરલેન્ડ્સના એમઆર સ્વાર્ટ અને વેસ્ટઇન્ડિઝના માર્લન સેમ્યુઅલ્સ પણ તેમાં સામેલ છે. હવે વાત ફાઇનલની. યુવરાજે શ્રીલંકા સામેની ફાઇનલ મેચમાં 21 બોલમાં 11 રન બનાવ્યા. આ ઇનિંગમાં એકપણ ચોગ્ગો અને છગ્ગો સામેલ નથી. તેની સ્ટ્રાઇક રેટ 52.38ની રહી, જે ટી20 ફોર્મેટ માટે યોગ્ય નથી. યુવરાજની આ ઇનિંગ ભારત તરફથી રમવામાં આવેલી ત્રીજી સૌથી ધીમી ઇનિંગ સાબિત થઇ. ફાઇનલમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ સાત બોલમાં ચાર રન બનાવ્યા અને ભારત અંતિમ ચાર ઓવરમાં માત્ર 19 રન જ બનાવી શક્યું.

યુવરાજ ટી20 માટે અયોગ્ય બની રહ્યો છે

યુવરાજ ટી20 માટે અયોગ્ય બની રહ્યો છે

ધોનીએ 2008માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 27 બોલમાં નવ રન બનાવ્યા હતા, જે ભારતની સૌથી ધીમી ટી20 ઇનિંગ હતી. યુવરાજની આ નિષ્ફળતા આશ્ચર્ય પમાડે તેવી નથી. તેનું ફોર્મ અને ફિટનેસ ધ્વસ્ત થઇ ગયું છે અને તે હવે કદાચ ભારત માટે ટી20 ફોર્મેટમાં કોઇપણ રીતે ફિટ બેસી શકે તેમ નથી. યુવીની છેલ્લી પાચ ઇનિંગ એ વાતનું સાક્ષી છે. વિશ્વકપમાં ભાગ લેતા પહેલા યુવરાજે 10 માર્ચ 2013ના રોજ રાજકોટ ખાતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 મેચ રમી હતી. આ મેચમાં યુવરાજે 57 બોલમાં અણનમ 77 રન બનાવ્યા હતા. સ્ટ્રાઇક રેટ હતો 220, જેને શાનદાર કહી શકાય છે.

2013 બાદ સીધો 2014ના વિશ્વકપમાં

2013 બાદ સીધો 2014ના વિશ્વકપમાં

ત્યારબાદ યુવરાજ સીધો 2014ના વિશ્વકપ માટે મેદાનમાં ઉતર્યો. ટીમમાં તેની વાપસી થઇ રહી હતી અને આ વાપસી પાકિસ્તાન વિરુદ્ધ બે બોલમાં એક રનની તેમની ઇનિંગ સાથે ફ્લોપ રહી. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ યુવરાજે નવ બોલમાં 10 રન બનાવ્યા અને ફરી એકવાર તે ફ્લોપ રહ્યો. હવે ટીમમાં બની રહેવા માટે તેની સામે પ્રશ્નાર્થ થયા પરંતુ ધોનીની જીદ અને પોતાના પૂર્વ પ્રદર્શનના કારણે યુવીને ટીમમાં જાળવી રાખવામાં આવ્યો. બાંગ્લાદેશ વિરુદ્ધ તેને તક મળી નહીં. શીખર ધવનની નિષ્ફળતા કારણે યુવરાજને વહેલો મેદાનમાં ઉતારવામાં આવ્યો અને તેણે પોતાની છબી અનુરુપ 43 બોલમાં પાંચ ચોગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 60 રન બનાવ્યા.

દક્ષિણ આફ્રિકા સામે ફરી ફ્લોપ

દક્ષિણ આફ્રિકા સામે ફરી ફ્લોપ

હવે યુવરાજ પોતાની લયમાં પાછો ફરી રહ્યો છે, તેમ લાગી રહ્યું હતું પરંતુ દક્ષિણ આફ્રિકા સામે 17 બોલમાં 18 રનની ઇનિંગે તેને ફરી ફ્લોપ સાબિત કર્યો. ફાઇનલ મેચમાં પણ તેમે 21 બોલમાં માત્ર 11 રન બનાવ્યા. તે એવા સમયે મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો, જ્યારે ભારત મોટા સ્કોરની આશા રાખી રહ્યું હતું. એક છેડે વિરાટ કોહલી રમી રહ્યો હતો અને બીજા છેડે યુવરાજે સ્ટ્રાઇક બદલીને કોહલીને તક આપવાની હતી અને નબળા બોલર પર જોરદાર પ્રહાર કરી રનરેટને 8ની ઉપર જાળવા રાખવાનું હતું, પરંતુ યુવરાજ બન્ને કામમાં નિષ્ફળ રહ્યો.

આ વાતે યુવરાજને વિલન બનાવ્યો

આ વાતે યુવરાજને વિલન બનાવ્યો

ડગઆઉટમાં ધોની અને રૈના પૈડ પહેરીને અફસોસ કરતા રહ્યાં. તેમને ગુસ્સો પણ આવી રહ્યો હતો, પરંતુ યુવરાજ ના તો રન બનાવી રહ્યો હતો કે ના તો ટીમના હિતમાં વિકેટ ગુમાવી. જ્યારે ટીમ માટે રમી રહ્યાં હોવ ત્યારે તમારા બેટમાંથી રન ના બને તો પોતાની વિકેટ ગુમાવીને પણ ટીમના હિતમાં નિર્ણય કરી શકાય છે, પરંતુ યુવરાજને જોઇને લાગી રહ્યું હતું કે તે ટીમ માટે નહીં પરંતુ પોતના માટે રમી રહ્યો હતો. આ બધી વાત યુવારજને ‘વિલન' નહીં તો શું બનાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X