Zakir Hussain Death : ફેમસ તબલા વાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષે નિધન
Zakir Hussain Death : પોતાના તબલા વાદનથી દુનિયાભરમાં જાણીતા બનેલા ઝાકીર હુશેનનું 73 વર્ષે નિધન થયુ છે. ઝાકીર હુશેને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
સમાચારો અનુસાર, 15 ડિસેમ્બરે સવારે તેમને સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને સારવાર ચાલી રહી હતી.

ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ પણ સેન્ટ માઈકલ સ્કૂલ માહિમ મુંબઈમાં થયું હતું અને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું.
ઝાકિર હુસૈને તેમનો પ્રથમ કોન્સર્ટ 11 વર્ષની ઉંમરે કર્યો હતો. તેમનું પહેલું આલ્બમ 1973માં રિલીઝ થયું હતું. જેનું નામ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ હતું. તેમના પિતા ઉસ્તાદ અલ્લાહ રખા કુરેશી પણ તબલા વાદક હતા અને માતાનું નામ બીવી બેગમ હતું.
ઝાકિર હુસૈને ત્રણ ગ્રેમી એવોર્ડ જીતીને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. આ સિવાય ભારત સરકારે તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.
જણાવી દઈએ કે, ઝાકિર હુસૈનેને પહેલીવાર પરફોર્મ કરવા બદલ 5 રૂપિયા મળ્યા હતા. આ વિશે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મેં મારા જીવનમાં ઘણા પૈસા કમાયા છે, પરંતુ મને જે 5 મળ્યા તે સૌથી મૂલ્યવાન હતા.
જણાવી દઈએ કે, ઝાકિર હુસૈન તબલા વગાડવા સિવાય એક્ટિંગ પણ કરી ચૂક્યા છે. તેણે 1983માં આવેલી બ્રિટિશ ફિલ્મ હીટ એન્ડ ડસ્ટમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં શશિ કપૂર પણ હતા.
ભારત ઝાકિર હુસૈનનું જેટલું સન્માન ભારતમાં છે અમેરિકામાં પણ તેમનું એટલું જ સન્માન હતું. 2016 માં તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય સંગીતકાર હતા.












Click it and Unblock the Notifications
