Zeeનો જિંદાલ પર 150 કરોડનો માનહાનિનો દાવો

નવિન જિંદાલને જી ન્યૂઝ તરફથી નોટિસ મળ્યા બાદ જિંદાલ સ્ટિલ એન્ડ પાવર લિમિટેડ તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહ્યું છે કે જેએસપીએલ પહેલાં જ જી ચેનલના ચાર લોકો સામે 200 કરોડનો માનહાનિનો દાવો બોમ્બે હાઇકોર્ટમાં કરી ચૂક્યું છે. આ મામલે સુભાષ ચંદ્રા, પુનીત ગોયનકા, સુધીર ચોધરી અને સમીર આહલુવાલિયાને નોટિસ મોકલવામાં આવી છે.
આશા છે કે બોમ્બે હાઇકોર્ટ આવતા અઠવાડીએ આ મામલે સુનવણી કરશે. જોકે જી ન્યૂઝે જેએસપીએલના આરોપ અને ડોક્ટર્ડ સીડીમાં આપેલા પુરાવાને ખોટા ગણાવ્યા હતા. ચેનલ અનુસાર તેની લોકપ્રિયતા અને વિશ્વસનીયતાને નુકસાન કરવા માટેનું કાવતરૂં છે.












Click it and Unblock the Notifications
