જામનગર જીજી હોસ્પિટલ પરિસરમાં 575 કરોડના ખર્ચે બનશે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ
Jamnagar GG Hospital: ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગર જીજી હોસ્પિટલ એક્સપાન્શન સંદર્ભ જણાવ્યું છે કે, જીજી હોસ્પિટલ પરિસરમાં રૂપિયા 575 કરોડના ખર્ચે નવીન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે. આ નવીન હોસ્પિટલ જામનગર સહિત પડોશી જિલ્લાના નાગરીકોની સુખાકારીમાં વધારો કરશે.
1150 પથારીની હોસ્પિટલમાં 650 બેડ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ અને 500 બેડ માતૃ-બાળની સેવાઓ માટે ઉપલબ્ધ બનશે.
નવીન હોસ્પિટલમાં ઓપીડી, આઇપીડી, રસીકરણ, ઇમરજન્સી સારવાર, આઇસીયુ, ઓપરેશન, નિદાન, ડીઇઆઇઆરસી (ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન એન્ડ રીહેબિલિટેશન સેન્ટર), એનઆરસી (ન્યુટ્રીશનલ રીહેબીલીટેશન સેન્ટર), સ્પેશિયલ વેલ બેબી ક્લિનિક, એડોલસન્ટ ક્લિનિક, વગેરે જેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પરિસરમાં વર્ષોજૂના બાંધકામ તોડીને નવીન હોસ્પિટલ તૈયાર કરવાની પ્રક્રિયા આરંભવામાં આવી છે. હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં 2145 બેડની સુવિધા ઉપલબ્ધ છે.
વર્ષ 2021 થી 23 માં 14.70 લાખ દર્દીઓએ સારવાર મેળવી 24.39 લાખ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા છે. 17307 સફળ પ્રસુતિ થઈ હતી. 18727 મેજર અને 35565 માઇનોર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
