For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાયાબિટીસ-હ્રદયરોગ જેવી 8 બિમારીઓ છતાં 87 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી મ્હાત

ગુજરાતના જામનગરમાં એક 87 વર્ષીય વૃદ્ધાએ 8 વિવિધ રોગો હોવા છતાં કોરોનાને મ્હાત આપી.

|
Google Oneindia Gujarati News

જામનગરઃ કોરોના વાયરસથી ગ્રસ્ત લોકોમાં ઘણા એવા દર્દી પણ શામેલ છે જેમને પહેલેથી જ ઘણી બિમારીઓએ જકડી લીધેલા હોય છે. આવા લોકોનુ કોરોનાથી બચવુ ઘણુ મુશ્કેલ હોય છે. પરંતુ ગુજરાતના જામનગરમાં એક 87 વર્ષીય વૃદ્ધા અત્યાર સુધી આઠ વિવિધ રોગો સામે લડી રહ્યા છે એટલુ જ નહિ પરંતુ તેમણે કોરોનાને પણ મ્હાત આપી છે.

coronavirus

આ સત્ય છે કે ડાયાબિટીસ-હ્રદયરોગ જેવી 8 બિમારીઓથી પીડિત વૃદ્ધાનો લેટેસ્ટ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જો કે તે છેલ્લા 21 દિવસથી હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યા હતા. ડૉક્ટરોને ડર હતો કે એક રોગની દવા આપવા પર ક્યાંક બીજો રોગ નુકશાન ન પહોંચાડે. આ વૃદ્ધાની ઓળખ ભગવતીબેન ત્રિવેદી તરીકે થઈ છે. તેમને હ્રદય રોગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, થાઈરોઈડ, કમરનો મણકો ખસી જવાની બિમારી હતી.

આઠ વિવિધ રોગોથી ગ્રસિત હોવા છતાં જ્યારે ભગવતીબેન ત્રિવેદીનો રિપોર્ટ કોરોના પૉઝિટીવ આવ્યો તો પણ તેમણે હિંમત ન હારી. છેવટે 21 દિવસો બાદ તે સંક્રમણથી મુક્ત થયા. હવે તેઓ કહે છે કે કડક કાળજાથી તમે કોઈ પણ બિમારીને હરાવી શકો છો. એ અલગ વાત છે કે તેમને થોડા દિવસ વેંટિલેટરનો પણ સપોર્ટ આપવો પડ્યો હતો પરંતુ તેઓ કહે છે કે એક દિવસ જરૂર તે સ્વસ્થ થઈને પાછા ઘરે જશે.

ખેડૂતો સાથે સરકાર મજૂરો પર પણ કરી રહી છે વારઃ રાહુલ ગાંધીખેડૂતો સાથે સરકાર મજૂરો પર પણ કરી રહી છે વારઃ રાહુલ ગાંધી

English summary
Diabetes-heart patient 87 year old woman recovered from Covid 19 in Jamnagar's GG Hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X