For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાલાવાડના બાંગા ગામે રેસ્ક્યૂ ઓપરેશન, સ્થાનિકોને એરલિફ્ટ કરાયા!

જામનગર જિલ્લા ગઈરાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જામનગરના કાલાવાડ તાલુકામાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે કેટલાક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

જામનગર જિલ્લા ગઈરાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જામનગરના કાલાવાડ તાલુકામાં 15 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે કેટલાક ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગામોમાં પાણી ભરાતા સ્થાનિક પ્રશાસન પણ લોકોને બચાવવા માટે કામે લાગ્યુ છે. સતત વરસાદ વચ્ચે નવા મુખ્યમંત્રીએ પણ હેલિકોપ્ટ દ્વારા લોકોને બચાવવા માટે પ્રશાસનને આદેશ કર્યો છે. જેને પગલે પ્રશાસન લોકોની મદદે આવ્યુ છે.

Banga village

મળી રહેલા સમાચારો મુજબ જામનગર જિલ્લાના બાંગા ગામમાં ભારે વરસાદને પગલે લોકોને રેસ્ક્યૂ કરવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે. કેટલાક ગામ એવા છે જ્યાં એક માળ સુધી પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતીમાં બાંગા ગામમાં હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. અહીં ભારે ભરાતા સ્થાનિકો મકાનોની છત પર આવી ગયા હતા, ત્યાંથી તેમને બચાવવા માટે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યુ છે.

ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકોની મદદ માટે નવા નિયુક્ત થયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ હવાઈ રેસ્ક્યૂના આદેશ કર્યા છે. જામનગર જિલ્લાના કાલાવાડ સહિતના વરસાદને પગલે અનેક રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે કૃષિમંત્રી આરસી ફળદુ લોકોની મદદ માટે આવ્યા છે અને તેમના મોનીટરીંગ હેઠળ જામનગર જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. હાલમાં જામનગર જિલ્લાના કાલાવડના બાંગા અને જામનગર તાલુકાના વિવિધ વિસ્તારોમાં એરલિફ્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

English summary
Rescue operation in Banga village of Kalawad, locals were airlifted!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X