For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આફ્રિકન દેશમાં રહેતો હતો શિપિંગ કંપનીનો ભાગેડુ ડાયરેક્ટર, CBIના હાથે ઝડપાયો

સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું કે, સંજય ગુપ્તા કેનેરા બેંક સાથે છેતરપિંડી સહિત અનેક કેસમાં આરોપી છે. સંજય ગુપ્તા એ 8 લોકોમાં શામેલ છે, જેમની વિરુદ્ધ બેંકની ફરિયાદ પર 27 જૂન, 2012ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

જામનગર : ગુજરાતની શિપિંગ કંપનીના ભાગેડુ ડાયરેક્ટર સંજય ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. આફ્રિકન દેશ કેન્યાની રાજધાની નૈરોબીથી ભારત પરત ફર્યા ત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું કે, સંજય ગુપ્તા કેનેરા બેંક સાથે છેતરપિંડી સહિત અનેક કેસમાં આરોપી છે. સંજય ગુપ્તા એ 8 લોકોમાં શામેલ છે, જેમની વિરુદ્ધ બેંકની ફરિયાદ પર 27 જૂન, 2012ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે, સંજય પોલીસના સંકજામાં આવ્યો ન હતો અને વિદેશ ભાગી ગયો હતો. જેના કારણે તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો.

અમદાવાદ પહોંચતા જ કરાઇ ધરપકડ

અમદાવાદ પહોંચતા જ કરાઇ ધરપકડ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા સંજય ગુપ્તા ઘણા વર્ષોથી ફરાર હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે ખબરપડી કે, તે કેન્યાની રાજધાની નૈરોબીથી આવ્યો હતો. તેની માહિતી મળતાં જ અમદાવાદ પહોંચતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

જે બાદ સીબીઆઈ દ્વારા જાહેરકરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગુપ્તા શહેરની કેનેરા બેંક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં નામ આપવામાં આવેલા આઠ લોકોમાંથી એક છે.

આ ફરિયાદ બેંક દ્વારા 27 જૂન, 2012ના રોજ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તેની કેનેરા બેંક સાથે રૂપિયા 20.68 કરોડની છેતરપિંડીમાં સંડોવણીબદલ ધરપકડ કરી છે. આરોપીનું નામ સંજય ગુપ્તા છે, જે કેન્યાની રાજધાની નૈરોબી પરત ફર્યો હતો.

આ છેતરપિંડીનો કેસ છે

આ છેતરપિંડીનો કેસ છે

સંજય ગુપ્તા નોવા શિપિંગ કંપનીના ડિરેક્ટર્સમાંના એક છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કેનેરા બેંક સાથે છેતરપિંડી કરવા બદલ નોવા શિપિંગનાડાયરેક્ટર્સ, માલિકો, બેંક અધિકારીઓ સહિત અન્યો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. કેનેરા બેંક સાથે 20.68 કરોડની છેતરપિંડી થઈ હતી.

કેનેરા બેંકની તે શાખાજામનગરની હતી, જ્યાંથી ઉક્ત રકમની છેતરપિંડી અંગે આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ગુપ્તાને અમદાવાદની સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે

ગુપ્તાને અમદાવાદની સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે

આ કેસમાં સંજય સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. સંજય વિરુદ્ધ લૂક આઉટ નોટિસ અને રેડ કોર્નર નોટિસપણ જાહેર કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ગુપ્તાને અમદાવાદની સક્ષમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યુંકે, ગુપ્તા લાંબા સમયથી ફરાર હતો.

English summary
The fugitive director of a shipping company living in an African country was caught by the CBI.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X