જામનગરમાં બની રહ્યુ છે દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય, પહેલુ Zoo જ્યાં દેખાશે બધી Big Cats
ગુજરાતના જામનગર જિલ્લામાં દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બની રહ્યુ છે.
જામનગરઃ ગુજરાતના જામનગર જિલ્લામાં દુનિયાનુ સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બની રહ્યુ છે. રાજ્યની અંદર પ્રાઈવેટ ઝૂ હશે જ્યાં વાઘ, આફ્રિકી ચિત્તા, પિગ્મી હિપ્પો, ઉરાંગઉટાંગ, બંગાળ ટાઈગર ગોરિલા, ઝેબ્રા, આફ્રિકી હાથી, કોમોડો ડ્રેગન અને જિરાફ જેવા બધા પ્રાણીઓ હશે. અહીં નાઈટ સફારીનો લુત્ફ પણ ઉઠાવી શકાશે. આમાં સેંકડો એકર ભૂમિ પર અલગ-અલગ સેક્શન હશે. જેમાં ફ્રૉગ હાઉસ, ડ્રેગન લેન્ડ, માર્શેસ ઑફ વેસ્ટ કોસ્ટ, ઈંડિયન ડેઝર્ટ એંડ એક્ઝોટિક આઈલેન્ડ, લેન્ડ ઑફ રોડેન્ટ, ઈનેસેક્ટેરિયમ, એક્વેટિક કિંગડમ શામેલ છે.

ગ્રીન ઝુઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ
આ પ્રાણી સંગ્રહાલય જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં 280 એકર જમીનમાં બની રહ્યુ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક અને એશિયા તેમજ ભારતનાન બીજા સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીનો છે જેને 'ગ્રીન્સ ઝૂઓલૉજિકલ-રેસ્ક્યુ એંડ રિહેલિબિટેશન કિંગડમ'નુ નામ આપવામાં આવ્યુ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી આ અંગે જણાવવામાં આવ્યુ છે કે તેમનો પ્રોજેક્ટ બે વર્ષમાં પૂરો થઈ જશે. કંપનીની વેબસાઈટ પર શેર કરવામાં આવેલ ઝૂના પ્લાન-લેઆઉટમાં 'ફૉરેસ્ટ ઑફ ઈન્ડિયા', 'ફ્રૉગ હાઉસ', 'ઈંસેક્ટ લાઈફ', 'એક્સોટિક આઈલેન્ડ', 'વાઈલ્ડ ટ્રેલ ઑફ ગુજરાત' અને 'એક્વેટિક કિંગડમ' પણ દર્શાવવામાં આવ્યા છે. આ બધા આ ઝુમાં હશે.

અબજપતિ મુકેશ અંબાણીના દીકરાનો છે પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટનો મુકેશ અંબાણીના દીકરા અનંત જોઈ રહ્યા છે. ગયા વર્ષે તેને ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણે મંજૂરી આપી દીધી હતી. રાજ્ય સરકારનુ માનવુ છે કે પ્રોજેક્ટ ભલે પ્રાઈવેટ હોય પરંતુ આના કારણે દુનિયાભરના પર્યટકોનુ ધ્યાન ગુજરાત પર આવશે અને ગુજરાત ટુરિઝમને મોટો ફાયદો થશે. આ ઝુમાં આફ્રિકી ચિત્તા, જિરાફ, ઝિબ્રા, ઑસ્ટ્રિચ જેવા દુનિયાભરના ઘણા બધા વન્ય પ્રાણી હશે. અહીં આફ્રિકી સિંહ, ચિત્તા, જગુઆર, શિયાળ, એશિયાઈ સિંહ, પિગ્મી હિપ્પો, ઉરાંગઉટાંગ, બંગાળ ટાઈગર, ગોરિલ્લા, ઝિબ્રા, આફ્રિકી હાથી, કોમોડો ડ્રેગન જોઈ શકાશે.

ભોપાલથી પહોંચાડાશે વાઘ
જણાવવામાં આવી રહ્યુ છે કે જામનગરમાં બનવા જઈ રહેલ દુનિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલ માટે ભોપાલના વન વિહારમાંથી 2 વાઘ અને 4 ચિત્તા પહોંચાડવામાં આવશે. આ અંગે ગ્રીન્સ ફાઉન્ડેશને વન વિભાગને પત્ર લખ્યો છે જેમાં એ કહેવામાં આવ્યુ છે કે વન્યજીવ આપવાથી તેમનો આર્થિક બોજ ઘટશે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના રેસ્ક્યુ સેન્ટર્સમાં ઘણા બધા જાનવરો રાખવાની જગ્યા નથી. માટે અધિકારીઓએ પહેલી વાર કોઈ પ્રાઈવેટ સેક્ટરના પ્રાણી સંગ્રહાલયને પોતાના વન્યજીવ આપવા પર સંમતિ આપી છે.












Click it and Unblock the Notifications
