For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

junagadh election result 2022 : જૂનાગઢ જિલ્લામાં 5માંથી 3 બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસ-આપને 1-1

junagadh election result 2022 : જૂનાગઢ જિલ્લાની 5 બેઠકોમાંથી 3માં ભાજપની જીત થઇ છે. આ સાથે એક-એક બેઠક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નામે રહી છે.

|
Google Oneindia Gujarati News

junagadh election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 17 બેઠક પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

junagadh

junagadh election result 2022 : જૂનાગઢ જિલ્લામાં 5માંથી 3 બેઠક પર ભાજપની જીત

junagadh election result 2022 : જૂનાગઢ જિલ્લાની 5 બેઠકોમાંથી 3માં ભાજપની જીત થઇ છે. આ સાથે એક-એક બેઠક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નામે રહી છે.

માણાવદર બેઠક

માણાવદર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીનો વિજય થયો છે. જેમને 64690 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાને 61237 અને આપના ઉમેદવાર કરશનબાપુ ભાદરકને 23297 મત મળ્યા છે.

જૂનાગઢ બેઠક

જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંજય કોરાડીયાનો વિજય થયો છે. જેમને 84614 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભિખાભાઇ જોશીને 44360 અને આપના ઉમેદવાર ચેતન ગજેરાને 28306 મત મળ્યા છે.

વિસાવદર બેઠક

વિસાવદર બેઠક પરથી આપના ઉમેદવાર ભૂપત ભાયાણીનો વિજય થયો છે. જેમને 66210 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને 59147 અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયાને 16963 મત મળ્યા છે.

કેશોદ બેઠક

કેશોદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવા માલમનો વિજય થયો છે. જેમને 55802 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિરા જોટાવાને 51594 અને આપના ઉમેદવાર રામ ચુડાસમાને 24497 મત મળ્યા છે.

માંગરોળ બેઠક

માંગરોળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભવાનજી કરગઠિયાનો વિજય થયો છે. જેમને 60896 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વાજાને 38395 અને આપના ઉમેદવાર પિયુષ પરમારને 34314 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Junagadh election result 2022: BJP wins 3 out of 5 seats in Junagadh district, Congress-AAP won 1-1 seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X