For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્લાસ્ટિક મની : જૂનાગઢના આ કાફેમાં કચારાના બદલે મળે છો ખોરાક

શું તમે ક્યારેય તમારા પ્લાસ્ટિક મની વડે તમારા રેસ્ટોરન્ટના બિલ ચૂકવ્યા છે? જૂનાગઢના એક કાફેમાં તમે પૈસા તરીકે પ્લાસ્ટિક આપીને મોઢામાં પાણી લાવી દે તેવી કેટલીક વાનગીઓ ખાઈ શકો છો.

|
Google Oneindia Gujarati News

જૂનાગઢ : શું તમે ક્યારેય તમારા પ્લાસ્ટિક મની વડે તમારા રેસ્ટોરન્ટના બિલ ચૂકવ્યા છે? જૂનાગઢના એક કાફેમાં તમે પૈસા તરીકે પ્લાસ્ટિક આપીને મોઢામાં પાણી લાવી દે તેવી કેટલીક વાનગીઓ ખાઈ શકો છો. જ્યારે ફૂડ અને બેવરેજ કંપનીઓ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો શોધવામાં વ્યસ્ત છે, જે 1 જુલાઈથી પ્રતિબંધિત કરવામાં આવશે, ત્યારે જૂનાગઢમાં પ્લાસ્ટિકના જોખમનો સામનો કરવા માટે વિચારવા બદલ વળતરમાં ખોરાક આપ્યો છે.

વજનના આધારે પીરસવામાં આવશે ભોજન

વજનના આધારે પીરસવામાં આવશે ભોજન

30 જૂનના રોજ, જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર એક કાફેનું ઉદ્ઘાટન કરશે, જ્યાં લોકો પૈસાને બદલે પ્લાસ્ટિકના કચરા સાથે ચૂકવણી કરીનેસ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ લઈ શકે છે. લોકો તેમના ઘરનો પ્લાસ્ટિક કચરો લાવી શકે છે અને તેના વજનના આધારે તેમને ભોજનપીરસવામાં આવશે.

ખેડૂતો સાથે કરાર કર્યા

ખેડૂતો સાથે કરાર કર્યા

એટલું જ નહીં, ખાદ્યપદાર્થો માટેના ઘટકો ઓર્ગેનિક હશે અને સ્થાનિક રીતે ખેડૂતો પાસેથી મેળવશે. આ કાફે સર્વોદય સખી મંડળ દ્વારાચલાવવામાં આવશે, જે મહિલાઓનું એક જૂથ છે જેણે ખેડૂતો સાથે કરાર કર્યા છે, જ્યારે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા જગ્યા અને માળખાકીયસુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે.

અમે સ્વચ્છ અને હરિયાળા જૂનાગઢને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ

અમે સ્વચ્છ અને હરિયાળા જૂનાગઢને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ જૂનાગઢના કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે, અમે સ્વચ્છ અને હરિયાળા જૂનાગઢને પ્રોત્સાહનઆપવા માંગીએ છીએ.

શરૂઆત કરવા માટે, અમે 500 ગ્રામ પ્લાસ્ટિકના કચરા માટે એક ગ્લાસ લીંબુનો રસ અથવા વરિયાળીનો રસ અને 1કિલો પ્લાસ્ટિક માટે ઢોકળા અથવા પૌવાની એક પ્લેટ આપીશું. જેટલો પ્લાસ્ટિકનો કચરો વધુ તેટલી મોટી થાળી મળશે.

એક એજન્સીને હાયર કરવામાં આવી

સોપારી, ગુલાબ, અંજીર અને બેલના પાનમાંથી બનેલા કેટલાક સ્વાસ્થ્યપ્રદ પીણાં સહિત તમામ પીણાં માટીના વાસણોમાં પીરસવામાંઆવશે. મેનુમાં કાઠિયાવાડી અને ગુજરાતની થાળીનો પણ સમાવેશ થાય છે, જેમાં રીંગણાનો ઓળો, સેવ ટમેટાનું શાક, થેપલા અનેબાજરાના રોટલોનો સમાવેશ હશે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એજન્સીને હાયર કરવામાં આવી છે, જે આ પ્લાસ્ટિક વેસ્ટખરીદશે.

કાફેમાંથી ઓનલાઈન ફૂડ પણ ઓર્ડર કરી શકાશે

કાફેમાંથી ઓનલાઈન ફૂડ પણ ઓર્ડર કરી શકાશે

સખી મંડળના સભ્ય રેખા સોલાનીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં, અમારા જૂથની પાંચ મહિલાઓ આ કાફેમાં કામ કરશે.

અમે રસોઈનીસામગ્રી ખરીદવા માટે અમારા પોતાના ફંડમાંથી રૂપિયા 50,000 નું રોકાણ કર્યું છે.

ગ્રાહકો ખેડૂતો પાસેથી આ કાફેમાં ઓર્ગેનિક ખેત પેદાશોપણ ખરીદી શકે છે. આ કાફેમાંથી ઓનલાઈન ફૂડ પણ ઓર્ડર કરી શકાય છે.

English summary
Plastic Money : you will get food instead of garbage In this cafe in Junagadh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X